૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી સંબંધિત મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૫

૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી સંબંધિત મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૫
Spread the love

૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી સંબંધિત મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૫


જૂનાગઢ : મુખ્ય નિવાર્ચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્રની સુચના મુજબ ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી- ૨૦૨૫ અન્વયે આગામી તારીખ ૨૪/૦૪/૨૦૨૫ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલુ છે. જે અંગેના હકક દાવાઓ/ વાંધાઓની યાદી ફોર્મ નંબર ૯,૧૦,૧૧, ૧૧- A અને ૧૧- B દૈનિક ધોરણે ભારતીય ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે અને માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓને આ યાદી દર અઠવાડિયે પુરી પાડવામાં આવે છે.
જે અન્વયે અત્રેથી ગત તારીખ ૧૫/૦૪/૨૦૨૫ થી તારીખ ૨૦/૦૪/૨૦૨૫ સુધીના હકક દાવાઓ/ વાંધાઓની યાદી ફોર્મ નંબર ૯,૧૦,૧૧, ૧૧- A અને ૧૧- B માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ગઈ કાલે તારીખ ૨૧/૦૪/૨૦૨૫ ના રોજ આપવામાં આવ્યા છે. આ બેઠકમાં હાજર રહેલા રાજકીય પક્ષના પ્રતિનિધિઓને તા.૦૮/૦૪/૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીની નકલ અગાઉ આપવામાં આવી હતી. તે યાદીમાં કોઇ વાંધો હોય તો રજુ કરવા જણાવતા હાજર પ્રતિનિધિશ્રીઓ તરફથી કોઇ વાંધા રજુ કરવામાં આવ્યા નથી.
તેમજ બે અલગ-અલગ જગ્યાએ નામ ધરાવતા મતદારોની યાદી કોઇ રાજકીય પ્રતિનિધિશ્રીઓ પાસે હોય તો તે રજુ કરવા જણાવતા આવી કોઇ યાદી રજુ કરવામાં આવી નથી. રાજકીય પક્ષના આગેવાનોને અગાઉ સોંપેલ તા.૦૮/૦૪/૨૦૨૫ થી તા.૧૪/૦૪/૨૦૨૫ સુધીના હકક દાવાઓ/ વાંધાઓની યાદી બાબતે કોઇ રજુઆત કે વાંધો હોય તો રજુ કરવા અંગે જાણ કરવામાં આવી હતી.
તેમાં રાજકીય પક્ષના આગેવાનો તરફથી આ બાબતે કોઇ વાંધા સુચન રજુ કરવામાં આવ્યા નથી. તેમ મતદાર નોંધણી અધિકારીશ્રી ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તાર અને પ્રાંત અધિકારીશ્રી, વિસાવદરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!