રાધનપુરના વિદ્યાર્થીએ ખેલ મહાકુંભ માં દ્વિતીય નંબર મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો..

રાધનપુરના વિદ્યાર્થીએ ખેલ મહાકુંભ માં દ્વિતીય નંબર મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો..
રાધનપુરની શેઠ કે.બી.વિદ્યાલયના ધો.12નો દિવ્યાંગ વિઝ્યુલ ઇમપેર્ડ વિદ્યાર્થીએ સ્ટેટ લેવલ સ્પેશ્યલ ખેલ મહાકુંભ માં બરછી ફેંક અને ચક્ર ફેક માં દ્વિતીય નંબર મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો..
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્ય કક્ષા પ્રજ્ઞાચક્ષુ વિભાગ ખેલાડીઓની સ્પર્ધા ઉદ્ઘાટન કાર્યક્રમ સ્પે. ખેલ મહાકુંભ 3.0 યોજાયો. જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની શેઠ કે.બી. વકીલ વી.વિદ્યાલય ધોરણ – 12નો દિવ્યાંગ વિઝ્યુલ ઇમપેર્ડ વિદ્યાર્થી નાઈ અભીકુમાર સ્ટેટ લેવલ સ્પેશ્યલ ખેલ મહાકુંભ માં બરછી ફેંક અને ચક્ર ફેક એમ બંને ઇવેન્ટમાં દ્વિતીય નંબર મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.
ત્યારે સમગ્ર શેઠ કે.બી. વિ.વિદ્યાલય શાળા પરિવાર અને રાધનપુર સ્પેશિયલ એજ્યુકેટર પરિવાર અને સમગ્ર શિક્ષા રાધનપુર તાલુકા ટિમનું ગૌરવ વધારતા શેઠ કે.બી. વિ. વિદ્યાલય ના અભીકુમાર ને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300