જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ચણા પાકની ખરીદીનો શુભારંભ

જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ચણા પાકની ખરીદીનો શુભારંભ
ચણા ખરીદીના પ્રથમ દિવસે જિલ્લામાં ૧૮ મંડળીઓ દ્વારા ખેડૂતોને એસએમએસ મોકલી વિવિધ તાલુકામાં ખરીદીની શરૂઆત કરવામાં આવી
પ્રથમ દિવસે ૧૧૭ ખેડુતો પાસેથી ૧૮૭૯ કવીન્ટલ ચણાની ખરીદી કરવામાં આવી
જૂનાગઢ : રાજયના ખેડૂતોને આર્થિક રક્ષણ અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ મળી રહે તેવા હેતુ થી રવિ વર્ષ ૨૦૨૪-૨૫ માં ચણા પાકનું ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ચણા પાક માટે રૂ.૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧૧૩૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે.
ભારત સરકારશ્રીની પીએમ આશા ( પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજ્યમાં ચણા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં એપીએમસી ખાતે તારીખ ૨૧/૪/૨૦૨૫ થી ચણા પાકની ખરીદી શરૂ થયેલ છે. ટેકાના ભાવે ચણા પાક માટે જૂનાગઢ જિલ્લામાં ૩૨૪૭૬ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ટેકાના ભાવે ચણા ખરીદીના પ્રથમ દિવસે જૂનાગઢ જિલ્લામાં ૧૮ મંડળીઓ દ્વારા ખેડૂતોને એસએમએસ મોકલી વિવિધ તાલુકામાં ખરીદીની શરૂઆત કરવામાં આવેલ અને ૧૧૭ ખેડુતો પાસેથી ૧૮૭૯ કવીન્ટલ ચણાની ખરીદી કરવામાં આવેલ છે. જેમાં માણાવદર તાલુકામાં સૌથી વધુ ૫૭ ખેડૂતો પાસેથી ૯૨૮ ક્વિન્ટલ ચણાની ખરીદી કરવામાં આવેલ છે. તેમજ રવિ સિઝન ૨૦૨૪ માં ખેડૂતો પાસેથી અંદાજિત કુલ ૫૮૪૦૦૦ ક્વિન્ટલ ચણાની ખરીદી કરવામાં આવશે.
ટેકાના ભાવે ચણા વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂતોની સરકારશ્રીના ટેકાના પાકની ખરીદીનું મહત્તમ લાભ લેવા જૂનાગઢ ખેતીવાડી ખાતા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300