અંબાજી ખાતે શ્રી શ્યામમિત્ર મંડળ દ્વારા ત્રીજો વાર્ષિક સંકીર્તન મહોત્સવ ઉજવાશે….

અંબાજી ખાતે શ્રી શ્યામમિત્ર મંડળ દ્વારા ત્રીજો વાર્ષિક સંકીર્તન મહોત્સવ ઉજવાશે….
Spread the love

અંબાજી ખાતે શ્રી શ્યામમિત્ર મંડળ દ્વારા ત્રીજો વાર્ષિક સંકીર્તન મહોત્સવ ઉજવાશે……..

તા.૨૩ એપ્રિલ સાંજે ૭ વાગ્યે મૈત્રી અંબે સોસાયટી ખાતે શરૂ થશે કાર્યક્રમ…..

કાર્યક્રમ માં નામી કલાકારો રંગ જમાવશે….

કાર્યક્રમ માં ભવ્ય દરબાર, ઇત્ર વર્ષા,પુષ્પ વર્ષા, છપ્પન ભોગ,મહાપ્રસાદી નું આયોજન….

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્યામ સંકીર્તન નો ત્રીજો વાર્ષિકમહોત્સવ ઉજવાશે.જેમાં શ્યામ મિત્ર મંડળ અને ભાવિક ભક્તો દ્વારા ભવ્ય શ્યામ દરબાર નું આયોજન કરાયું છે.

રાજસ્થાન માં પ્રખ્યાત “ખાટું શ્યામ ” તરીકે ઓળખાતા બાબા શ્યામ ના ભક્તો દેશ – દુનિયા માં ફેલાયેલ છે ત્યારે દેશ ના વિવિધ વિસ્તારો માં પણ બાબા શ્યામ ના ભજન સંધ્યા અને ભવ્ય દરબાર ના કાર્યક્રમો થતા રહે છે ત્યારે અંબાજી ખાતે પાછલા ૨ વર્ષ થી શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્યામ સંકીર્તન નો વાર્ષિક કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે જેનો આજ રોજ ત્રીજો વાર્ષિક સંકીર્તન નું આયોજન મૈત્રી અંબે સોસાયટી ખાતે રખાયેલ છે.જેમાં સાંજે ૭ વાગ્યે શરૂ થતા કાર્યક્રમ માં બાબા શ્યામ નો ભવ્ય દરબાર, પુષ્પ વર્ષા, ઇત્ર વર્ષા, છપ્પન ભોગ, અલૌકિક શૃંગાર સહિત ભજન સંધ્યા નું આયોજન કરાયું છે.જેમ દેશ ના નામી કલાકારો કોલકાતા ના પૂજા નાથાણી, સુરત ના મુકેશ દધીચ,ઇટારસી ( મધ્ય પ્રદેશ) ના દિપાલી યાદવ વગેરે પોતાના મધુર કંઠે બાબા શ્યામ ના ભજનો વડે રંગ જમાવશે.જેમાં પધારવા સમગ્ર ગામ વાસીઓ ને આમંત્રિત કરાયા છે.

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!