ગોધરા ખાતે યોજાશે રાજ્ય કક્ષાનો ‘ગુજરાતી સાહિત્યમાં ભારતીયતા’ વિશે પરિસંવાદ

ગોધરા ખાતે યોજાશે રાજ્ય કક્ષાનો ‘ગુજરાતી સાહિત્યમાં ભારતીયતા’ વિશે પરિસંવાદ
1 જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના દિગ્ગજોના વ્યાખ્યાનોનું ભવ્ય આયોજન
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાશે રાજ્ય કક્ષાનો ‘ગુજરાતી સાહિત્યમાં ભારતીયતા’ વિશે પરિસંવાદ. કુમાર આર્ટસ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે, ‘ગુજરાતી સાહિત્યમાં ભારતીયતા’ વિશે પહેલી જાન્યુઆરી-2022 ને શનિવારે ગોધરાની કલરવ સ્કૂલના વિશાળ હોલમાં સવારે 9-30થી સાંજે 4:45 સુધી 1 દિવસીય રાજ્ય સ્તરીય પરિસમવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી ભાષાના દિગ્ગજોના વ્યાખ્યાનોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છેં.
કાર્યકમના ઉદ્દઘાટક તરીકે પંચમહાલ જિલ્લાના માનનીય સમાહર્તા શ્રી સુજલ માયાત્રા સાહેબ ખાસ હાજરી આપશે.
પરિસંવાદમાં બીજરૂપ વક્તવ્ય માટે લુણાવાડાના વિખ્યાત સાહિત્યકાર અને પદ્મશ્રી મા. ડૉ પ્રવીણ દરજી સાહેબ ઉપસ્થિત રહેશે. વક્તાઓ સર્વશ્રી પરમભાઈ પાઠક(સરદાર પટેલ યુનિ), પ્રસાદ બ્રહ્મભટ્ટ(નિવૃત્ત ડાયરેક્ટર, એકેડેમિક સ્ટાફ કોલેજ, ગુજ.યુનિ.), ભરતભાઈ પંડ્યા (એમ એસ યુનિ,બરોડા), વર્ષાબેન પ્રજાપતિ(એસ એલ યુ. કોલેજ, અમદાવાદ) ઉપસ્થિત રહી ખાસ વ્યાખ્યાનો આપશે. પરિસંવાદના એક સેશન દરમ્યાન શોધપત્ર પ્રસ્તુતિનું આયોજન કરેલ છે. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન સંસ્થાના પ્રમુખ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના ગુજરાતી વિભાગના કન્વીનર શ્રી ડૉ કુમાર જૈમિનિ શાસ્ત્રી કરશે. પરિસંવાદ સ્થળે સંભવતઃ સાહિત્યના વિવિધ પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે. આ કાર્યકમમાં શાળા-કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શોધાર્થીઓ વગેરે સહભાગી થશે. કોવિડની સંપૂર્ણ ગાઇડ લાઇન સાથે કડક નિયમોને અનુસરીને એક દિવસીય આ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આ પરિસંવાદમાં અગાઉથી રજિસ્ટ્રેશન કરાવીને સમગ્ર ગુજરાતમાંથી સાહિત્ય રસિકો, અધ્યાપકો, શિક્ષકો, વિધાર્થીઓ અને સંશોધન ક્ષેત્રે જોડાયેલ શોધાર્થીઓ હાજર રહેશે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.