“સ્રુજલ મેરજાના જન્મદિવશ ની ઉજવણી સેવાકીય ઉજવણી ”

“સ્રુજલ મેરજાના જન્મદિવશ ની ઉજવણી સેવાકીય ઉજવણી ”
પ્રમુખ શ્રી સમસ્ત પાટીદાર સમાજ, માનવ કલ્યાણ મંડળ-ગુજરાત, “બા”નું ઘર વૃધ્ધાશ્રમ, મુકેશભાઇ મેરજા ( 9426737273 ) અને મહામંત્રી શ્રીમતિ વિભાબેન મેરજાનાં સુપુત્ર ચિ. સ્રુજલ નો આજે ( તારીખ 29.12.2021) જન્મદિવશ છે. સૃજલ પોતાના જન્મદિવશની ઉજવણી જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરી અને મુંજકા સ્થિત “બા”નું ઘર આશ્રમમાં આખા દિવસ હેલ્થ કેમ્પ અને કોરોના અવેરનેશ કેમ્પ અને માસ્ક સેનીટાઈઝાર અને દવાઓ ફ્રી આપી આશ્રમ ખાતે માતાઓ સાથે ભોજન કરાવી ઉજવસે. આ વિચારધારા તેના ટીનએજર મિત્રો પણ સૃજલનો આવો વિચાર વધાવી અભિનંદન આપતા સમાજ ને એક નવો રાહ મળશે. આ સંસ્થા સાથે ૫૦૦૦ સભ્યો જોડાયેલા છે. કે જે જન્મદીવશ ઉપરાંત એનીવર્શરી પણ ઉજવતા નથી કે ફટાકડા ફોડતા નથી, અને પતંગ ઉડાવતા નથી. આવા ફિજ્યુઅલ ખર્ચની બચત માંથી સંસ્થા અનેકવીધ સેવાકીય કાર્યો કરે છે. જેમાં સંસ્થા દ્વારા “બા”નું ઘર વૃધ્ધાશ્રમ ચાલે છે જેમાં જાતિ જ્ઞાતિનાં ભેદભાવ વગર કોઈપણ મહિલાઓને ઉમર કે આર્થિક પરિસ્થિતિ જોયા વિના ફક્ત જરૂરિયાતને ધ્યાને લઇ ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે. જરુરીયાતમંદ બહેનો માટે સંસ્થા દ્વારા વિના રોકાણે નવી પીંક રીક્ષા, “માનવ કલ્યાણ રથ” મહિલા ઓટો રીક્ષા આપવામાં આવે છે. આ સંસ્થાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ અને મહામંત્રી શ્રીમતી વિભાબેન મેરજા તથા ૫૦૦૦ સ્વયંમ સેવકો કે જે પોતાના ટાઇમ-ટીફીન-ટીકીટ સાથે લઇ આ સેવાઓ કરે છે. તેમજ મહિલાઓ માટે નિ:શુલ્ક બ્યુટી પાર્લર ક્લાસ સર્વજ્ઞાતી માટે મફત મેરેજ બ્યુરો, મફત પ્લેસમેન્ટ, ૩૧0 વિધવા બહેનોને શીલાઇ કામની ટ્રેનીંગ આપીને સંસ્થા દ્વારા સિલાઇ-મસીન આપી સ્વનિર્ભર બનાવેલ છે ફ્રી સમાધાન પંચ ચલાવવામાં આવે છે. ટી.બી. નાં એમડીઆર દર્દીઓને રેગ્યુલર દરમહીને હેલ્ધી ફૂડ મફત આપવામાં આવે છે. આ સંસ્થામાં પટાવાળા કે ઓફીસર હોય, ઉંચજ્ઞાતી કે નીચીજ્ઞાતી હોય, શારરિક સસક્ત કે વિકલાંગ હોય, પુરુષ કે સ્ત્રી હોય બધાજ સરખા છીયે, અમારી ભાવના એ છે કે આપણે ખોટા ખર્ચ બંધ કરી તેની બચત થી સેવાના કાર્યો દ્વારા સર્વજ્ઞાતીનું એક મહામંચ કુટુંબ બનાવીયે કે જ્યા કોઇ દુ:ખી નથી કે ભુખ્યુ સુતુ નથી આ વિચારમાં બધા જોડાય ને વધુને વધુ લોકોની સેવા કરીયે આમા જોડાવાની કોઇ ફી નથી આ સંસ્થા સમગ્ર માનવોને જોડી આવુ આદર્શ પરીવાર બનાવે ત્યારે માનવ કલ્યાણ મંડળ નો અર્થ સાર્થક થયો ગણાસે. (મુકેશભાઇ મેરજા, પ્રમુખ, સમસ્ત પાટીદાર સમાજ, મો – 9426737273)