રાજકોટ માં ચોરાઉ ઈકો કાર સાથે ૨ ઈસમને પકડી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાંચ

રાજકોટ માં ચોરાઉ ઈકો કાર સાથે ૨ ઈસમને પકડી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ માં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ, D.C.P પ્રવીણકુમાર, D.C.P મનોહરસિંહ જાડેજાની સુચનાથી A.C.P ક્રાઈમ ડી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના P.I વી.કે.ગઢવી નાઓ રાજકોટ શહેર વિસ્તારમા થયેલ ધરફોડ ચોરી, લુંટ તથા વાહન ચોરીના અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિકારીઓની સુચના અન્વયે D.C.B ના P.S.I પી.એમ.ધાખડા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ટીમના નગીનભાઇ ડાંગર, સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે રાજકોટ બી.ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયેલ ઇકો કાર સાથે કુવાડવા ગામ નજીકથી આણંદના ખંભાત તાલુકાના દુધારવાડો કાળકા માતાના મંદીર પાસે રહેતા કડીયાકામ કરતા સંજય ઉર્ફે બોડી જીવણભાઇ માછી જાતે.ખારવા ઉ.૩૧ અને આણંદના ખંભાત તાલુકાના ભોયબાડી શકિત માતાના મંદીર પાસે રહેતા અને કડીયાકામ કરતા રાહુલ ઉર્ફે જેકર જીવનણભાઇ માછી ઉ.૨૪ ની ધરપકડ કરી. રૂ.૧,૫૦,૦૦૦ની ઇકો કર કબ્જે કરી છે. ક્રાઈમ બ્રાંચના P.I વી.કે.ગઢવી સાથે P.S.I પી.એમ.ધાખડા તથા પો.હેડ કોન્સ. મયરુભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, પ્રદીપસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી દ્વારા કામગીરી કરવામા આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.