સુત્રાપાડા પોલિસ દ્વારા ૩૧ ડિસેમ્બર ની રાત્રિ દરમિયાન ૩૨ ની લોકોની દારૂ પીધેલી હાલતમાં અટક

સુત્રાપાડા પોલિસ દ્વારા ૩૧ ડિસેમ્બર ની રાત્રિ દરમિયાન ૩૨ ની લોકોની દારૂ પીધેલી હાલતમાં અટક.
૩૧ ડિસેમ્બરના ખુબજ મોટા પ્રમાણમા લોકો દીવ જતાં હોય ત્યારે રાત્રિ દરમિયાન લોકો પીધેલી હાલતમાં વાહનો ચલાવી જીવના જોખમ ઉપર સુત્રાપાડા ટાઉન માથી પસાર થતાં હોય છે. આવા તમામ વિસ્તારોમાં આકસ્માતો ન સર્જાઈ અને આવા તમામ લોકોને કાયદાનું પાલન કરાવવા માટે સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.હેરમા સાથે એ.એસ.આઈ.પ્રતાપસિંહ ડોડીયા,રાજેશભાઈ આમહેડા,બનેસિંગ પરમાર,જગદીશભાઇ ગોહિલ સાથે સમગ્ર સ્ટાફ ૩૧ ડિસેમ્બરની રાત્રે સુત્રાપાડા તાલુકાનાં અલગ અલગ જગ્યાઓ એ સધન સેકિંગ હાથ ધરેલ જેમાં અલગ અલગ જગ્યાઓ એથી દારૂ પીધેલી હાલતમાં વાહનો ચલાવતા ૩૨ લોકોની અટક કરી જેલ હવાલે કરેલ.
રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી તીર્થ