સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
પ્રાચી તીર્થ…ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગામે આજરોજ તારીખ 1 જાન્યુઆરી 2022 ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોના કામો એક જ સ્થળે થાય તેથી આ કાર્યક્રમની અંદર આવક ના દાખલા, રેશન કાર્ડને લગતા પ્રશ્નો, આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર , મરણનું પ્રમાણપત્ર, વિધવા સહાય, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર વગેરે કામો જે લોકોને તાલુકા કચેરી જવું ન પડે એક જ સ્થળે કામ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા મામલતદાર ધાનાણી સાહેબ, નાયબ મામલતદાર સાહેબ ડાભી ભાઈ સહિત સમગ્ર સ્ટાફ઼, તાલુકા પંચાયતના ટી.ડિ.ઓ,નાયબ ટી.ડિ.ઓ.ચાવડા યોગેશ સહિત ના અધિકારીઓ સાથે સમગ્ર સ્ટાફ઼, જિલ્લા પંચાયત સદસ્ય રાજવીર સિંહ ઝાલા, નવનિયુક્ત સરપંચ સંજયભાઈ ડોડીયા, માજી સરપંચ લાખાભાઈ પરમાર તથા ગ્રામજનો તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા…
રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી તીર્થ