બાબરા તાલુકાના ઇશ્વરીયા ગામે આઠ લાખના ખર્ચે પુર પ્રોટેક્શન વોલનું ખાત મુહૂર્ત કરાયું

બાબરા તાલુકાના ઇશ્વરીયા ગામે આઠ લાખના ખર્ચે પુર પ્રોટેક્શન વોલનું ખાત મુહૂર્ત કરાયું
Spread the love

બાબરા તાલુકાના ઇશ્વરીયા ગામે આઠ લાખના ખર્ચે પુર પ્રોટેક્શન વોલનું ખાત મુહૂર્ત કરાયું
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના વરદ હસ્તે ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાયો

બાબરા તાલુકાના ઇશ્વરીયા ગામે પુર પ્રોટેક્શન દીવાલ ની માંગણીઓ ગામના લોકો અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને અનેકવાર કરવામાં આવતી હતી ત્યારે ધારાસભ્ય ઠુંમર દ્વારા લોકોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર પાસે મહામુસીબતે અહીં ગામના લોકોના હિત માટે રૂપિયા આઠ લાખના ખર્ચે પુર પ્રોટેક્શન દીવાલ મંજુર કરાવી હતી ૫૨ મીટર લાંબી અને ત્રણ મીટરની પહોળાઈ સાથેની આ દીવાલ નું ખાત મુહૂર્ત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરી કામગીરી શરૂ કરાવતા ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે લાઠી વિધાનસભા વિસ્તારમાં દરેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા કામો કરવામાં આવ્યા છે અને હજુ આગળ પણ લોકોની જરૂરીયાર અને માંગણીઓ પ્રમાણે કરવામાં આવશે
આ તકે કોંગ્રેસ સંગઠન મંત્રી અશોકભાઈ ખાચર,શિવાભાઈ ગેલાણી સહિતના ગામના સ્થાનિક અગ્રણીઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ : રસિક વેગડા લોકાર્પણ દૈનિક ન્યુઝ

IMG-20220101-WA0043-0.jpg IMG-20220101-WA0043-1.jpg IMG-20220101-WA0042-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!