ભરૂચ જિલ્લા કલેક્ટરના પુત્રની જન્મદિવસની ઉજવણી દિવ્યાંગો સાથે કરાઈ

ભરૂચ જિલ્લા કલેક્ટરના પુત્રની જન્મદિવસની ઉજવણી દિવ્યાંગો સાથે કરાઈ
Spread the love

ભરૂચ જિલ્લા કલેક્ટરના પુત્રની જન્મદિવસની ઉજવણી દિવ્યાંગો સાથે કરાઈ

અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં દિવ્યાંગો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરના પુત્રની જન્મદિવસની ઉજવણી કરાઈ

અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાએ તેમના સંપૂર્ણ પરિવાર સાથે તેઓના પુત્ર મૃગાંકના જન્મ દિનની ઉજવણી કરી હતી. સંસ્થાના દિવ્યાંગ બાળકો સાથે કેક કાપીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટર તરફથી સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે નાસ્તો તથા ભોજન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સંસ્થાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ધઘાટન કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં અદામા કંપની દહેજ તરફથી આપેલા” ડેકોરેટિવ & ઇનોવેટિવ ક્લાસીસ ” તથા લુબ્રિઝોલ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની, દહેજ દ્વારા આપવામાં આવેલા કોમ્પ્યુટર ક્લાસીસનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટરના મિત્ર (ઈન્કમટેક્સ જોઇન્ટ કમિશનર અમદાવાદ) , તેમના માતા- પિતા, તેમના ધર્મપત્ની સાથે સંપૂર્ણ પરિવાર હાજર રહ્યો હતો.
કલેક્ટરે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. સંસ્થાના સારા સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. આ શુભ અવસરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય. મંડોરી, અદામા કંપનીના ક સિનિયર મેનેજર & એડમીન સૌરભ મહેતા તથા લુબ્રિઝોલ કંપનીના હેડ કિશોર ચૌહાણ, મેનેજર અમીત પંડયા તથા સપ્લાય ચેઈન મેનેજર ભાવીક પટેલ, અસ્મિતા સંસ્થાના પ્રમુખ યશવંત પટેલ, ઉપપ્રમુખ મગન હનિયા, મેનેજિંગ ટ્રસ્ટી સમીર પટેલ તથા ખજાનચી કિર્તી પટેલ હાજર રહ્યા હતા.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!