ભરૂચના ઈતિહાસથી યુવા પેઢી માહિતગાર થાય તે માટે હેરીટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમ યોજાયો

ભરૂચના ઈતિહાસથી યુવા પેઢી માહિતગાર થાય તે માટે હેરીટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમ યોજાયો
Spread the love

ભરૂચના ઈતિહાસથી યુવા પેઢી માહિતગાર થાય તે માટે હેરીટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમ યોજાયો, 200 સ્પર્ધકોએ ભાગ લીધો

ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા ઈનર વ્હીલ કલબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રવિવારે સવારે હેરીટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ વિવિધ કલુ મેળવી હેરીટેજ સાઈટ અંગેની માહિતી મેળવી હતી. સ્પર્ધકોએ વિવિધ કલુ થકી જિલ્લાની હેરીટેજ સાઈટ સુધી પહોંચી ઈનામો જીત્યા હતા.
ભરૂચ એ સૌથી જુના નગરોમાંનું એક છે અને ભરૂચમાં 20થી વધુ હેરીટેજ સાઈટો આવેલી છે. આ સાઈટો અંગે યુવા પેઢી માહિતગાર થાય અને તેઓ ભરૂચના ઇતિહાસને સમજે તે હેતુથી ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા હેરીટેજ ટ્રેઝર હંટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના કોટ વિસ્તાર ખાતેથી આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 42 જેટલી ટીમોના 200 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેઓને એક કલુ આપવામાં આવ્યો હતો. જેના આધારે તેઓએ જે તે હેરીટેજ સાઈટ ઉપર પહોચવાનું હતું.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભરૂચ સીટીઝન કાઉન્સીલના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોશી, ઇનર વ્હીલ કલબના પ્રમુખ રીઝવાના ઝમીનદાર પ્રોજેક્ટ ચેરમેન અર્ચના પટેલ, જન શિક્ષણ સંસ્થાનના ઝૈનુલ સૈયદ, નીતિન ભટ્ટ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
ભરૂચના ઈતિહાસ સાથે સંકળાયેલા શ્રેષ્ઠીઓનું આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રો. ડો. નરોત્તમ વાળંદ, પ્રો. મીનાલ દવે તથા ભરૂચના છેલ્લા નવાબના વંશજ ડો. મોહસીન ખાનનું સન્માન કરાયું હતું.
આ સ્પર્ધામાં પ્રથમ ઇનામ 5 હજાર, દ્વિતીય ઇનામ 3 હજાર અને તૃતીય ઇનામ 2 હજાર પુરષ્કાર રૂપે આપવામાં આવ્યું હતું. ઇનામ વિતરણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિજેતાઓને ઇનામો એનાયત કર્યા હતા. જિલ્લા સમાહર્તાએ ભરૂચ જિલ્લાના ઇતિહાસને ઉજાગર કરવા માટે તંત્ર તરફથી તમામ સહયોગ આપવા જણાવ્યું હતું.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!