અંબાજી સીવીલ હોસ્પિટલ ના પુરુષ વોર્ડ મા કૂતરાઓ આરામ કરતા જૉવા મળ્યા

ચોક્કસપણે કહી શકાય છે કે હૉસ્પિટલ એટલે લોકોને સારવાર માટે નું ઉત્તમ સ્થાનક અને લોકો પોતાનાં કે પરીવારની પીડા દર્દ અને તકલીફ પડે ત્યારે સૌ પ્રથમ હૉસ્પિટલ ખાતે દોડી જાય છે. ગુજરાત જેવા વિકાસશીલ રાજયના જિલ્લાઓ થી ગામડાઓ સુધી હૉસ્પિટલ સરકાર દ્વારા બનાવવામાં આવી છે અને અહીં સ્ટાફ દ્વારા સારવાર પણ કરવામાં આવે છે.
ઉત્તર ગુજરાતની સૌથી મોટી હૉસ્પિટલ એટલે અંબાજી સીવીલ હોસ્પિટલ જ્યા 200 બેડની હૉસ્પિટલ શરૂ કરાઇ હતી અને અહી લોકો દૂરદૂરથી સારવાર માટે આવતા હોય છે તાજેતરમાં આ સિવિલ હૉસ્પિટલ રેડક્રોસ સોસાયટીને સોંપવાનો પણ ઉગ્ર વિરોધ થયો હતો અને અંબાજી ના પાટીદાર લોકપ્રિય નેતા શૈલેશ ભાઈ પટેલ દ્વારા પણ લોક અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. અંબાજી સીવીલ હોસ્પિટલમાં હાલમા કૂતરાઓનું સ્થાન બની ગયું છે તેવા ફોટાઓ પ્રાપ્ત થતાં તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી છે. કોરોના મહામારી અને ત્રીજી લહેર વચ્ચે હૉસ્પિટલ મા કૂતરાઓ આવે તે ગંભીર બાબત છે