કરૂણા અભિયાન અંતર્ગત ભરૂચ વનવિભાગ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ

કરૂણા અભિયાન અંતર્ગત ભરૂચ વનવિભાગ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ
Spread the love

કરૂણા અભિયાન અંતર્ગત ભરૂચ વનવિભાગ દ્વારા
પ્રશિક્ષણ શિબિર યોજાઈ

આગામી ઉત્તરાયણ પર્વે કરૂણા અભિયાન અંતર્ગત ભરૂચ વનવિભાગ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ

ગુજરાત સરકારના કરુણા અભિયાન અંતર્ગત, આગામી ઉતરાયણના પર્વ દરમિયાન જે કોઈ સંસ્થા, ગ્રુપ કે સ્વયંસેવક, ઘાયલ પક્ષીની સારવાર માટે કેમ્પનું આયોજન કરી રહ્યાં હોય એમના માટે ભરૂચ વનવિભાગ દ્વારા બેઠક અને પ્રશિક્ષણ શિબિરનું રોટરી ક્લબ હોલ, ભરૂચ ખાતે આયોજન કર્યું હતું.
જેમાં નાયબ વન સંરક્ષક શ્રીમતી ભાવનાબેન દેસાઈની અધ્યક્ષતામાં અને વનવિભાગના અન્ય અધિકારીઓની હાજરીમાં રોટરીકલબ, બર્ડ રેસ્ક્યુઅર્સ ભરૂચ, મનમૈત્રી સેવા સંસ્થા, એન.પી.સી.ટી. વગેરે સંસ્થાઓએ હાજરી આપી હતી.
બર્ડ રેસ્ક્યુઅર્સ ભરૂચના શ્રી આકાશભાઈ પટેલે પક્ષીઓને બચાવવાની જરૂરિયાત, તેની પ્રાથમિક સારવાર અને વેટરનરી ટ્રીટમેન્ટ સુધી ટ્રાન્સપોર્ટેશન કેમ કરવું તેને લગતું પ્રેઝન્ટેશન આપ્યું તેમજ ટીમ સાથે ઘવાયેલા કબુતરને કેવી રીતે પકડવું તેનો પ્રેક્ટિકલ ડેમો સાથે લાવેલ કબુતરને લઈ સૌને સમજાવ્યો.
મનમૈત્રી સેવા સંસ્થાના વેટરનરી ડૉકટરે જરૂરી દવાઓ અને પક્ષી હેન્ડલીગ સમજાવતું પ્રેઝન્ટેશન આપ્યું હતું. વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત રાજ્ય વ્યાપી પ્રસારિત વિડિઓ સૌને બતાવ્યો હતો.
રોટરી કલબ ભરૂચના હાલના પ્રેસિડેન્ટ ડૉ. વિક્રમે સૌ સંસ્થાને હળીમળી પક્ષી બચાવવાની કામગીરી કરવા જણાવ્યું હતું.
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ફોર્મ સૌ સંસ્થાને આપવામાં આવ્યું જેમાં ભાગ લેનાર સંસ્થાના કાર્યકરોની વિગતો જમા કરાવવાની રહેશે એમ સામાજિલ વનીકરણ વિભાગ – ભરૂચ ધ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!