માર્ગ પર ઉડતી ડસ્ટ મુદ્દેે નોટીફાઈડ, માર્ગ-મકાન વિભાગ સંયુક્ત રીતે કામ કરશેઃ મંત્રી

માર્ગ પર ઉડતી ડસ્ટ મુદ્દેે નોટીફાઈડ, માર્ગ-મકાન વિભાગ સંયુક્ત રીતે કામ કરશેઃ મંત્રી
અંકલેશ્વર ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીન ટેક કંપની માં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ હવા પ્રદૂષણ ઘટાડવા તેમજ હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવા વૃક્ષારોપણ કરવું જરૂરી છે,
માર્ગની ઉડતી ડસ્ત બાબતે નોટીફાઈડ અને માર્ગ મકાન વિભાગ સંયુક્ત પણે કામગીરી કરશે તેમ જણાવ્યું હતું. કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી સોમવારના રોજ અંકલેશ્વર ઝઘડિયા અને પાનોલીના પ્રદુષિત પાણીનો ટ્રીટમેન્ટ કરી દરિયામાં નિકાલ કરતી એનસીટી કંપની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ માં વિશેષ હાજરી આપી હતી. કંપનીની મુલાકાત લઇ કંપની ખાતે ઔદ્યોગિક વસાહતના પ્રદુષિત પાણીનો નિકાલ દેશમાં પ્રથમ વખત તાત્કાલિક સીએમ નરેન્દ્ર મોદીના સ્થાપના કરવામાં આવી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.