રાજકોટ માં મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા દ્વારા કરેલ કામગીરી

રાજકોટ માં મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા દ્વારા કરેલ કામગીરી
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા દ્વારા કરેલ કામગીરી

રાજકોટ માં મહાનગરપાલિકાએ વેરા-વસુલાત રીકવરી ઝુંબેશ ૨૦૨૧-૨૨ સવારે ૧૨ કલાકે વર્ષ ૨૦૨૧-૨૨ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી. વોર્ડનં-૪ તિરુપતિ બાલાજી પાર્કમાં ૩-કોમર્શીયલ યુનિટના રૂ.૨.૩૭ લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે. કુવાડવા રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.૧.૭૨ લાખ રીકવરી. વોર્ડનં-૫ પેડક રોડ પર રૂ.૨.૮૧ લાખના બાકી માંગણા સામે ૨-કોમર્શીયલ યુનિટને સીલ કરેલ છે. કુવાડવા રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.૧ લાખ રીકવરી. વોર્ડનં-૭ “યોગી સ્મૃતિ કોમ્પલેક્ષ” માં ત્રીજે માળ બાકી માંગણા સામે ૩ મિલકતો સીલ કરેલ છે. કોમર્શીયલ યુનિટને રૂ.૨.૦૨ લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે. “ઓ.કે.મશીનીંગ” બાકી માંગણા સામે સીલ કરેલ છે. સોની બજારમાં કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.૫૫ હજાર રીકવરી. વોર્ડ નં-૯ “આલ્ફા પ્લસ” કોમ્પ્લેક્ષમાં ૮૦૬ નંબરની ઓફીસ બાકી માંગણા સામે સીલ કરેલ છે. “ક્રિષ્ના કોમ્પલેક્ષ” માં બાકી માંગણા સામે સેલર સીલ કરેલ છે. “શિલ્પ કોમ્પલેક્ષ” માં ૨-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે. ૧-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.૮૩ હજાર રીકવરી. વોર્ડનં-૧૦ ૨-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.૨.૪૪ લાખ રીકવરી. વોર્ડનં-૧૨ “શ્યામ કોમ્પલેક્ષ” ૭-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે. વોર્ડનં-૧૩ “સિધ્ધીવિનાયક ફોર્ડ” દ્વારા બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.૭.૧૫ લાખ રીકવરી. વોર્ડનં-૧૫ “આજી ઇન્ડસ્ટ્રીયલ” એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.૧.૪૨ લાખ રીકવરી. “મીરા એસ્ટેટ” માં આવેલ ૨-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.૩.૩૪ લાખ રીકવરી. વોર્ડનં-૧૭ “મિલન હોલ” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૨.૫૩ લાખ ૩-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા અમે રીકવરી રૂ.૭.૦૧ લાખ ૧-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના રૂ.૮૭ હજારના બાકી માંગણા સામે સીલ કરેલ છે. વોર્ડનં-૧૮ ૨-ઇન્ડસ્ટ્રીયલના બાકી માંગણા સામે રીકવરી રૂ.૫.૩૫ લાખ સે.ઝોન દ્વારા ૧૩ મિલ્કતોને સીલ, તથા રીક્વરી રૂ.૧૬.૪૦ લાખ, વેસ્ટ ઝોન દ્વારા ૧૫ મિલ્કતોને સીલ તથા રીક્વરી રૂ.૩.૮૨ લાખ, ઇસ્ટ ઝોન દ્વારા ૧૦ મિલ્કતોને સીલ તથા રીક્વરી રૂ.૧૧.૨૬ લાખ, આજરોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ-૩૮ મિલ્કતોને સીલ કરેલ તથા રૂ.૩૧.૪૮ લાખ રીકવરી કરેલ છે. આ કામગીરી આસી. મેનેજરશ્રી આર.એમ.ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરા સાહેબ, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!