રાજકોટ : “વન વીક વન રોડ” ઝુંબેશ વેસ્ટ ઝોનના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ

રાજકોટ : “વન વીક વન રોડ” ઝુંબેશ વેસ્ટ ઝોનના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ
Spread the love

રાજકોટ : મહાનગરપાલિકા “વન વીક વન રોડ” ઝુંબેશ વેસ્ટ ઝોનના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ.

રાજકોટ :  મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે તા.૪-૧-૨૦૨૨ના રોજ વેસ્ટ ઝોનના ૧૫૦ ફૂટ રીંગ રોડ (રૈયા ચોક થી કે.કે.વી ચોક સુધીના રોડ) ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા કચરાપેટી ન રાખતા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે. (ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી) વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના ૧૫૦ ફૂટ રીંગ રોડ (રૈયા ચોક થી કે.કે.વી. ચોક સુધી) પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતો થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. બિલ્ડીંગ્સમાં પાર્કિંગ લેવલ પાર્કિંગ સ્પેશમાં પાર્કિંગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા. માર્જીન સ્પેસમાં કરવામાં આવેલ કાયમી દબાણ દુર કરાવેલ. ચાલુ કન્સ્ટ્રકશન સાઈટમાં ગ્રીન નેટ. ચો.મી. શ્રી રાજુભાઈ વાઘ “સહજાનંદ ટાયર્સ” પર્લ પ્લાઝા કોમ્પલેક્ષ, કે.કે.વી ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ છાપરૂ દુર કરેલ છે. શ્રી જયેશભાઈ “શ્રી સત્ય વિજય આઈસ્ક્રીમ” એલીગ્ન્સ કોમ્પલેક્ષ, ૧૫૦’ રીંગ રોડ, રાજકોટ પાર્કિંગમાં રેલીંગ દુર કરેલ છે. રવિભાઈ નળીયાપરા તથા અન્ય દુકાન હોલ્ડર્સ ગોલ્ડન પ્લાઝા ગોલ્ડન પ્લાઝા, ૧૫૦’ રીંગ રોડ, રાજકોટ પાર્કિંગમાં રેલીંગ દુર કરેલ છે. રઘુભાઈ ગાણોલિયા “રાધે કોલ્ડ્રીંક્સ” ક્રિષ્ના કોમ્પલેક્ષ, ૧૫૦’ રીંગ રોડ, રાજકોટ છાપરૂ દુર કરેલ છે. હર્ષદભાઈ પટેલ ક્રિષ્ના કોમ્પલેક્ષ, રૈયા ટેલીફોન એક્સચેન્જ, બસ સ્ટોપ સામે, ૧૫૦’ રીંગ રોડ, રાજકોટ છાપરૂ દુર કરેલ છે. નિકુંજભાઈ ભટ્ટ પંડિતજી રોટી વાલે ઓસ્કાર કોમ્પલેક્ષ, ૧૫૦’ રીંગ રોડ, રાજકોટ છાપરૂ દુર કરેલ છે. (વેરા વસુલાત શાખાની કામગીરી) વેરા-વસુલાત શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ આલ્ફા પ્લસ, શિલ્પ કોમ્પ્લેક્ષ અને રાધા કૃષ્ણ કોમ્લ્પેક્ષમાંથી કુલ-૪ મિલકતો સીલ કરવામાં આવેલ અને અન્ય કુલ ૪૩ આસામીઓ પાસેથી રૂ.૯ લાખની મિલકત વેરાની વસુલાત કરવામાં આવી હતી. (ફૂડ શાખાની કામગીરી) FSSA-2006 અન્વયે ચીકીના લેવાયેલ ૨ નમુના. વન વીક વન રોડ અંતર્ગત રૈયા ચોકડી થી કે.કે.વી ચૌક સુધીના વિસ્તારમાં ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી પ્રિપેર્ડ ફુડ, વાસી ગ્રેવી, કાપેલા શાકભાજી, પિઝા બેઝ, વાસી ચટણી મળી કુલ આશરે ૨૬ કિ.ગ્રા. નાશ અને ૮ પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) ઊંધિયું સબ્જી (પ્રિપેડ-લુઝ ) સ્થળ-પંડયાસ રસથાળ વેસ્ટ ગેટ ૧૫૦ રિંગ રોડ રૈયા ચોકડી પાસે (૨) ગાર્ડન ડીલાઇટ પીઝા (પ્રિપેડ-લુઝ) સ્થળ-એસ.એન હોસ્પિટાલિટી (લાપીનોઝ પીઝા) વેસ્ટ ગેટ ૧૫૦ રિંગ રોડ રૈયા ચોકડી, વન વીક વન રોડ અંતર્ગત ચકાસણીની વિગત :- ફૂડ વિભાગ દ્વારા તા.૪/૧/૨૦૨૨ ના શહેરના રૈયા ચોકડી થી કે.કે.વી ચૌક સુધીના રોડ પર આવેલ (૧) પંડયાસ રસથાળ વેસ્ટ ગેટ વાસી સબ્જી ૪ કિ.ગ્રા. બાંધેલો આટો ૩ કિ.ગ્રા. વાસી ઢોકળા ૩ કિ.ગ્રા. ગ્રેવી ચટણી ૪ કિ.ગ્રા. નાશ કરેલ હાયજીન બાબતે નોટિસ. (૨) યો-ફ્રેંકી વેસ્ટ ગેટ વાસી મોમોસ ૧ કિ.ગ્રા. વાસી કાપેલા શાકભાજી ૩ કિ.ગ્રા. નાશ કરેલ હાયજીન બાબતે નોટિસ. (૩) સનેક્સ એન્ડ મોર હોકો ઇટરી-વેસ્ટ ગેટ વાસી આલુ ટીકી ૧ કિ.ગ્રા. પિઝા બેઝ ૧૯ નંગ નાશ કરેલ હાયજીન બાબતે નોટિસ. (૪) S.N હોસ્પિટાલિટી વેસ્ટ ગેટ વાસી પાસ્તા મેકરોની ૪ કિ.ગ્રા. નાશ કરેલ સ્ટોરેજ બાબતે નોટિસ. (૫) મેકરોન બેકરી એન્ડ કાફે વેસ્ટ ગેટ એક્સપાયરી સોસ ૧ કિ.ગ્રા. નાશ કરેલ સ્ટોરેજ બાબતે નોટિસ. (૬) ક્રિષ્ના ડિલક્ષ પાન એન્ડ કોલડ્રિંકસ (૭) રુદ્ર ફાર્મસી (૮) ગોકુલ પાન એન્ડ કોલડ્રિંકસ (૯) ગોવર્ધન ડિલક્ષ પાન એન્ડ કોલડ્રિંકસ (૧૦) સામ્સ પિઝા (૧૧) લા મિલાનો પિઝારીયા (૧૨) મેહુલ્સ કિચન (૧૩) સોનાલી પાવભાજી (૧૪) સંકલ્પ રેસ્ટોરેંટ (૧૫) કલાસી બાઇટ્સ આરપીએસ પિઝારીયા (૧૬) સંભૂસ કાફે (૧૭) બાલાજી થાળ (૧૮) રાધે કૃષણ ફરસાણ (૧૯) શ્યામ ડિલક્ષ પાન એન્ડ કોલડ્રિંકસ (૨૦) ગાત્રાળ ટી સ્ટોલની ચકાસણી કરેલ. (સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી) વન વીક વન રોડ અંતર્ગત ૧૫૦ ફૂટ રીંગ રોડ પર જાહેરમાં કચરો ફેકનાર ગંદકી કરવા સબબ કુલ ૧૦ આસામીઓ પાસેથી રૂ.૪,૦૦૦ પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા ઉપયોગ કરવા સબબ કુલ ૧૯ આસામીઓ પાસેથી રૂ.૧૦,૫૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ કુલ ૨૯ આસામીઓ પાસેથી કુલ રૂ.૧૪,૫૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. C&D વેસ્ટ ઉપાડવાની ઉપાડવા સબબ ૩ આસામી પાસેથી રૂ.૪,૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરેલ તેમજ ૨૮ દુકાનધારકો ધંધાર્થીઓને ડસ્ટબીન ન રાખવા તથા ગંદકી ન કરવા સબબ નોટીસ આપવામાં આવેલ અને ૭.૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ. (દબાણ હટાવ શાખાની કામગીરી) દબાણ હટાવ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત ૧૫૦ ફૂટ રીંગ રોડ પરથી જપ્ત કરેલ રેકડ કેબીનની સંખ્યા-૧, જપ્ત કરેલ પરચુરણ માલસામાનની સંખ્યા-૨ અને બોર્ડ-બેનર/ ઝંડી જપ્તની સંખ્યા-૮૦ વિગેરેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. (બાંધકામ/વોટર વર્કસ/ડ્રેનેજ શાખાની કામગીરી) બાંધકામ/વોટરવર્કસ/ડ્રેનેજ શાખા વેસ્ટ ઝોન વોર્ડનં.૯ અને ૧૦ દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત આજે તા.૪/૧/૨૦૨૨ના રોજ સ્ટ્રોમ વોટર મેન હોલ સફાઇ સંખ્યા-૪૨, ડ્રેનેજ મેન હોલ સફાઇ સંખ્યા-૩૬, પાણીની વાલ્વ ચેમ્બર સફાઇ સંખ્યા-૨૯, ફૂટપાથ રીપેરીંગ (ચો.મી.) ૪૨, પેવીંગ બ્લોક રીપેરીંગ (ચો.મી.) ૨૬, રોડ રીપેરીંગ (ચો.મી.) રબ્બીશ ઉપાડવાનુ કામ.(ઘ.મી.) ૨૦ વિગેરે કામગીરી કરવામા આવી હતી.

રિપોર્ટ :  દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!