નશાયુકત માદક પદાર્થ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

નશાયુકત માદક પદાર્થ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.
વિલાયત ચોક્ડી, તા.વાગરા, જીલ્લો ભરૂચ ખાતેથી નશાયુકત માદક પદાર્થ ગાંજાનો ૧કીલો ૯૩૧ ગ્રામ જથ્થો તથા એક સુઝુકી કંપનીની બાઈક સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ ભરાડા, વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ.શ્રી કે.ડી.મંડોરાનાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા પો.સ.ઇ એન,જે.ટાપરીયા એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે વાગરા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો. હરેશ રામક્રુષ્ણ નાઓને તેઓના બાતમીદારથી મળેલ બાતમી આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા નશાયુકત માદક પદાર્થ ગાંજાનો ૧ કીલો ૯૩૧ ગામ જથ્થો કીંમત ૩, ૧૯૩૧૦/- તથા એક સુઝુકી કંપનીની મોટર સાયકલ કી.રૂ. ૧,૦૦,૦૦૦/- તેમજ ગાંજા વેચાણના રોકડ રૂપીયા ૭૦/- મળી કુલ રૂ.૧,૧૯,૩૮૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી એન.ડી.પી.એસ.એકટ કલમ-૮(c),૨૦[b(ii(C))] વિગેરે મુજબ વાગરા પો.સ્ટે. ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.ડી.મંડોરા એસ.ઓ.જી. ભરૂચનાઓ ચલાવી રહેલ છે.
આરોપીનું નામ
અબ્દુલ સત્તાર કમરૂદ્દીન શેખ ઉ.વ.આ.૪૬ રહેવાસી, ગોયાબજાર રોડ ભાટવાડ અંક્લેશ્વર જી. ભરૂચ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
પો.સ.ઇ એન.જે.ટાપરીયા
હે.કો હરેશ રામકૃષ્ણ
હૈ.કો. શૈલેષભાઇ ઇશ્વરભાઇ
પો.કો, સાગરભાઇ મનસુખભાઇ
પો.કો.મો.ગુફરાન મો.આરીફ
પો.સ.ઇ. એમ.આર.શકોરીયા
હે.કો. રાકેશભાઇ નાગજીભાઇ
હે.કો. હે.કો.ગીરીશભાઇ જેઠાભાઇ
પો.કો. વિનોદભાઇ રણછોડભાઇ
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.