કોડીનાર આધારકાર્ડ માટેની લાંબી લાઇનો અને જનતાની હેરાનાગતિનો અંત કયારે?

કોડીનાર આધારકાર્ડ માટેની લાંબી લાઇનો અને જનતાની હેરાનાગતિનો અંત કયારે?
કોડીનાર આધારકાર્ડ કાંડ કે જનતાનું આયોજિત ખુવારીકાંડ
આજે ગુજરાત જ નહિ સમગ્ર ભારતમાં આધારકાર્ડ લોકો ની જીવન જરૂરિયાત અને સરકારી યોજનાઓ માટે અગત્યનું પરિબળ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેર અને તાલુકામાં છેલ્લા ઘણા સમયથી લોકો આધારકાર્ડ માટે ધક્કા ખાઈ ખાઈ ને અધમૂઓ જેવા બની ગયા છે. એટલુ સમજાતુ નથી કે આધારકાર્ડ લોકોની સુવીધા અને સુખાકારી માટે છે કે લોકોને હેરાન કરવાનું આયોજિત ષડયંત્ર છે. એક અંદાજીત ગણતરી કરવામાં આવે તો ૧૩૦ કરોડ ભારતીયો જો પાંચ રિન્યુ કરવા માટે ૧૦૦ રૂપિયા આપે તો કેટલા રૂપિયા સરકારી તિજોરીમાં ભરાય તેની સામે પ્રજાને શુ મળે છે…………!! ગુજરાત રાજ્યની છ કરોડ વસ્તીમાં નાના પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકો તેમજ વૃદ્ધો તેમજ રેશનકાર્ડ અને બેંક એકાઉન્ટ કે સરકારની નાની મોટી યોજનાનો જેમકે આરોગ્ય કાર્ડ, શ્રમ કાર્ડ વિગેરે જેમાં કાર્ડ રિન્યુઅલ કે ફિગર્સ માટે લોકોને અમાનુષી અત્યાચારનો પરચો ખાતુ બતાવે છે અને દોઝખ જેવી યાતનાઓ ભોગવવા તેઓ ધકકા ખાવા મજબૂર થાય છે……….!! કોડીનાર બેંક, નગરપાલિકા કે મામલતદાર કચેરીમાં જ્યા પણ આધારકાર્ડ બનતુ હોય ત્યાં લોકોના ટોળાને ટોળા જોવા મળે છે……..!! એમાય વધુમાં ઓછુ કોરોના અને ડીજીટલ ગુજરાત રાજ્યની નેટ કનકટિવિટી તો જાણે કુદરતનો કરિશ્મા હોય તેમ દીવો કરીને પણ દેખાતી નથી… આવી તો કેવી ગરવા ગુજરાતની નેટ સુવિધા છે. ગામડેથી લોકો પોતાનો ધંધો પાણી છોડીને આવે છે અને ભણવાનું છોડીને આવે છે અને અને મહિલાઓ પોતાનું ઘરકામ કે કામ છોડી આવે છે અને આખો દિવસ પાણી અને ખાધા વિના હેરાન થાય છે અને અંતે બે ચાર દિવસ ધક્કા ખાધા પછી આધારકાર્ડ ફિ લઈને આપવામાં આવે છે જાણે મોટો ઉપકાર કર્યો હોય તેમ વર્તન કરે છે. આધારકાર્ડ એ નાગરિકોની જો મુળભુત જરૂરિયાત હોય તો પછી નાગરિકોની પાસેથી ફિ વસુલી જરૂરિયાતનો ગેરલાભ શા માટે ઉઠાવવામાં આવે છે. નાગરિકો પોતાનું કામ – કાજ છોડીને આવે છે અને પોતાની રોજગારી રળી જાય છે તેનું શું? નાના બાળકો અને વિધાર્થીનો અભ્યાસ બગડે છે તેનું શું? આધારકાર્ડ ની સમસ્યાનો અંત કયારે આવશે………… કોણ લાવશે……. તંત્ર કે સરકાર કે….. લોકો……..!!!! આધારકાર્ડ નાગરિકોની સુવિધા માટે કે નાગરિકોની અસુવિધા માટે.
રિપોર્ટ : પારુલ સોલંકી
કોડીનાર, ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756