મોરબી જિલ્લામાં કોરોના કેર : મોરબીના 65 કેસો સાથે જીલ્લામાં આજના 78 કેસ

જીલ્લામાં એકટીવ કેસોની સંખ્યા 377 પહોંચી : 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
મોરબી જીલ્લામાં કોરોનાના પ્રતિદિન નવા કેસો નોંધાઈ રહ્યા હોય જેમાં આજે જીલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય અને મોરબીના 65 , કેસો સાથે જીલ્લામાં 78 કેસ નોંધાયા છે
મોરબી જિલ્લામાં આજે 1645 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 78 કેસ નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં 20 અને શહેરી વિસ્તારમાં 45 નવા કેસ નોંધાયા છે તો ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં 7 કેસ નોંધાયો છે . વાંકાનેર શહેરી વિસ્તારમાં 3 કેસ, હળવદ ગ્રામ્ય પંથકમાં 2,અને શહેરી વિસ્તારમાં 1 સાથે નવા 78 કેસો સાથે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક 377 થયો છે. તો 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં મોરબી પંથક ના 17, ટંકારાપંથકના 1 અને માળીયા પંથકના 3 દર્દીનો સમાવેશ થાય છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી