નેત્રંગ લાલ મંટોડી પ્રા.શાળાના ધાબા પરથી પટકાતા આધેડનું કરૂણ મોત

નેત્રંગ લાલ મંટોડી પ્રા.શાળાના ધાબા પરથી પટકાતા આધેડનું કરૂણ મોત
નેત્રંગ. ‘ પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના લાલ મંટોડી શાળાના ધાબા ઉપરઉતરાયણ પર્વને લઈ પતંગ ચગાવવા ચડેલ એક 42 વર્ષીય આધેડ નું ધાબા પર પતંગ ચગાવતી વેળા સંતુલન ગુમાવતા નીચે પટકાઈ જતા તેઓનું ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું હતું
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા મથકના લાલમંટોડી વિસ્તારમાં આવેલ પ્રા.શાળાના ઢાબા ઉપર બપોરના સમયે સુરેશભાઈ સંજયભાઈ વસાવા (ઉ.૪૨) મક્રરસંક્રાતિનો તહેવાર હોવાથી પતંગ ચગાવવા માટે ઢાબે ચડ્યો હતો.જે દરમ્યાન શરીરનું સંતુલન ગુમાવતા પ્રા.શાળાના ઢાબા ઉપરથી પડતા નીચે જમીન ઉપર પડતા શરીરના ભાગે ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ નેત્રંગ પોલીસને થતાં ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનીય બાબત છે કે,ઉતરાયણનો પર્વ ભરૂચ જીલ્લાના લોકો માટે ઘાતક સમાન સાબિત થયો છે.પ્રથમ પતંગના દોરાથી ગળા કપાયાની પાંચથી વધુ ઘટનાઓમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો તો બીજી તરફ ધાબા ઉપરથી પટકાયેલ આધેડ એ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રિપોર્ટ :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756