મોરબી અને માળિયાના ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા કોવિડ પોઝિટિવ

સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવી લેવા ધારાસભ્યની અપીલ
મોરબી : રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી બ્રિજેશ મેરજા કોવીડ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવી લેવા માટે અપીલ કરી છે.
મોરબી અને માળિયાના ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને કોરોના વાયરસ લક્ષણો જણાયા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં ડોકટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. ત્યારે છેલ્લા થોડાક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલ લોકોએ સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. તેમજ કોઈ કામકાજ હોય તો ઓફિસના
ફોન નંબર 079 232 51946 પર સંપર્ક કરવાનું તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરી જણાવ્યું છે.
રીપોર્ટ: – જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756