માળિયા મંદરકી નજીક કેનાલમાં કાર ખાબકી,નવ દંપતિના કમકમાટી ભર્યા મોત

માળિયા મંદરકી નજીક કેનાલમાં કાર ખાબકી,નવ દંપતિના કમકમાટી ભર્યા મોત
Spread the love

હળવદ તાલુકાના સુરવદર ગામના વતની અને અજીતગઢમાં રહેતા રાહુલ પ્રવીણભાઈ ડાંગર અને તેમના પત્ની મિતલબેન રાહુલભાઈ ડાંગર વહેલી સવારે તેમની જીજે 36 આર 7902 નંબરની કારમાં અજીતગઢથી માળિયાના મંદરકી ગામમાં સામાજિક પ્રસંગે કેનાલના રસ્તેથી જઈ શનિવારે વહેલી સવારે નવ દંપતી જઈ રહ્યા હતા તે દરમીયાન તેમની કાર કોઈ કારણસર બેકાબુ બની ગઈ હતી અને સીધી કેનાલમાં ખાબકી હતી હાલ શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. હોવાથી પાણીથી ભરપુર હતું. આ પાણીમાં કાર ડૂબવા લાગી હતી દંપતીએ બચવાનો પ્રયાસ કર્યો હતો અને કારના કાચ તોડી બોનેટ પર ચઢી બચવાનો પ્રયાસ કર્યો હતો
બનાવની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા તેમજ સ્થાનિક તરવૈયાની મદદથી દંપતીને બચવવા કોશિશ કરી હતી જોકે બન્નેને બચાવી શકાયા ન હતા પ્રથમ મહિલા નો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવમાં પરણીતા મીતલબેનનો મૃતદેહ મળ્યો હતો.બાદમાં રાહુલભાઈનો પણ મૃતદેહ મળતા ડાંગર પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પુત્ર અને પુત્રવધુના મૃતદેહને જોઈ પરિવારજનોમાં કરુણ આક્રંદ છવાઈ ગયો હતો બનાવની જાણ થતા માળિયા મિયાણા પોલીસના પીએસઆઈ ચુડાસમાં ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી

 

રીપોર્ટ: – જનક રાજા, મોરબી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220115-WA0068-0.jpg IMG-20220115-WA0003-1.jpg 16-17-21-halvad-car-2.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!