પાનેલી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટ નો સમાપન સમારંભ યોજાયો

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ઘ્વારા છેલ્લા ૧૮ વર્ષથી સતત વિન્ટર સ્પોર્ટસ ટૂર્નામેન્ટ નું આયોજન કરે છે. આ વર્ષ ૧૩ ડીસેમ્બર થી આ મહોત્સવ ચાલ થયેલ હતા, અને સમાપન સમારંભ તા. ૭/૦૧/૨૦૨૨ નાં રોજ પૂર્ણ થયેલ હતો.
આ વર્ષ ક્રિકેટમાં કુલ ૬૪ ટીમો એ ભાગ લીધો હતો તેમાંથી મે. સાંઈનાથ ઈન્ડસ્ટ્રીઝ વિજેતા જાહેર થઈ હતી અને રનર અપ તરીકે ઓમ ઇન્ડસ્ટ્રીઝ ને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ધ્વારા વિન્ટર રમોતોત્સવ માં ક્રિકેટ સાથે બીજી ઘણી રમતોનું આયોજન થાય છે. જેવી કે ટેબલ ટેનીસ, ચેસ, વોલીબોલ, કેરમ,કબડડી, દોડ, રસ્સાખેંચ, લોન્ગ જમ્પ, સોટપત, જૈવીલીનથ્રો તેમજ વેઈટ લીફટીંગ જેવી રમતો ના વિજેતા અને રનર અપ ને ટ્રોફી અર્પણ કરવામાં આવેલ.આ સમગ્ર ટૂર્નામેન્ટ પ્રમુખ શ્રી બી. એસ. પટેલ ના માર્ગદર્શન નીચે સ્પોર્ટસ કિંમટી ના ચેરમેન અને વાઈસ પ્રેસીડન્ટ શ્રી મેહબુબભાઈ ફીજીવાલા તેમજ કો ચેરમેન હેમંતભાઈ પટેલ એ સમગ્ર ટૂર્નામેન્ટ નું સુંદર આયોજન કરેલ હતુ.
ટ્રોફી અર્પણ સમારંભમાં જનરલ સેક્રેટરી શ્રી કિરણસિંહ પરમાર ધ્વારા સુંદર આયોજન કરેલ હતુ . આ સમારંભ માં એસોસીએશનના સર્વ પદાધિકારીઓ જેવા કે ઉપપ્રમુખ ચંપાલાલ રાવલ, જો. સેક્રેટરી ભરતભાઈ પટેલ, પીઈટીએલ ના ચેરમેન પંકજભાઈ ભરવાડા, શશીકાન્તભાઈ પટેલ હિરેશભાઈ પટેલ, અતલભાઈ બાવરીયા, વિનોદભાઈ પાઠક, રાજુભાઈ મોદી, અનિલભાઈ શર્મા, કરન જોલી, અશોકભાઈ પટેલ તેમજ નોટિફાઈડ એરીયા ના ચીફ ઓફીસર જીગ્નેસ પ્રજાપતિ હાજર રહયા હતા
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756