અલખધણી ગૌશાળા દહિથરાના સેવકો દ્વારા ઉતરાયણ પર્વ પર અનોખી ઉજવણી કરી

અલખધણી ગૌશાળા દહિથરાના સેવકો દ્વારા ઉતરાયણ પર્વ પર ગૌમાતા અને જરૂરિયાત મંદો માટે કરેલ પુણ્યનું કાર્ય. ઉતરાયણ પર્વ એ દાન – ભક્તિ – પુજા અને પશુઓ – જરૂરિયાત મંદોને જરૂરી ખાદ્ય સામગ્રી અને આવશ્યક વસ્તુઓ અર્પણ કરી પુણ્ય કમાવવાના અવસર પર દામનગર થી નજીક આવેલ અલખ ધણી ગૌશાળા, દહીથરાના સ્વયં સેવકોએ મકરસંક્રાંતિના પાવન અવસર પર દામનગર શહેરમાં અને આજુબાજુના ગામોમાં – જઈને ગૌમાતા માટે ઘાસચારાના તેમજ પાલીતાણા પાસે આવેલ નવાગામ નજીક મંદબુદ્ધિ આશ્રમમાં રહેતા માનસિક અસ્વસ્થ લોકો માટે ગાદલા, ગોદડા,શાલ અને ઓશીકા અને ઉપયોગી થાય એવી જરૂરી ચીજ વસ્તુઓની લોકોએ ઉદાર દિલથી ભેટ આપી પુણ્યનું ભાથું બાંધી સ્વયં સેવકોએ દાન – ભેટ આપનાર તમામનો આભાર માની ધન્યતા અનુભવી હતી. અત્રે નોંધનીય છે કે અલખ ધણી ગૌશાળા અને મંદબુદ્ધિ આશ્રમ ( પાલીતાણા નજીક) માટે સતત સેવા કરતાં દામનગર અને આજુબાજુના ગામના ગૌ ભક્તો અને સ્વયં સેવકોને સેવાકીય પ્રવૃત્તિ બદલ બિરદાવવામાં આવ્યા હતા.
રિપોર્ટ અતુલ શુક્લ દામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ માટે જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756