જૂનાગઢ ખાતે સીડા-સંધી સમાજની મીટીંગ યોજાઈ

જૂનાગઢ ખાતે સીડા-સંધી સમાજની મીટીંગ યોજાઈ
Spread the love

જૂનાગઢ ખાતે સીડા-સંધી સમાજની મીટીંગ યોજાઈ

જૂનાગઢ તા.૧૭ રવિવારે જૂનાગઢના મારૂતિનગર ખાતે જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય સીડા સંધી જમાતની અેક જનરલ મીટીંગનું અાયોજન કરવામાં અાવ્યું હતું. જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી સીડા સમાજના સભ્યો હાજર રહ્યા, તેમજ સમાજ કક્ષાઅે કારોબારી સભ્યો તેમજ હોદેદારોઅે પણ ભાગ લીધો હતો.
અા મીટીંગમાં સીડા-સંધી સમાજની અાયોજનબધ્ધ જુની જમાતની જે રચના હતી તેનું વિસર્જન કરી અને નવી અેરીયા મુજબની પાંચ નવી જમાતની રચના કરવામાં અાવેલ. જેમાં (૧) તયબાહનગર, (ર) કેમ્બ્રીજ/૬૬ કેવી (૩) જૂનાગઢ શહેર (૪) કસ્તુરબા નગર તથા (પ) ઘોરીપીર અેરિયાની જમાતની રચના કરવામાં અાવી.
દરેક નવી રચાયેલ જમાતના નવા હોદેદારો તરીકે સમાજના યુવાનોને તક અાપવામાં અાવેલ. જેમાં તયબાહનગરમાં પ્રમુખ તરીકે બોદુભાઈ સીદીભાઈ, ઉપપ્રમુખ તરીકે મહમદ તારમહમદ, મંત્રી ઈકબાલ ઉમર, સહમંત્રી મહમદ મુસાભાઈની સર્વાનુમતે પસંદગી જાહેર કરવામાં અાવી છે તેમજ જૂનાગઢ શહેર જમાતના પ્રમુખ તરીકે ઈબ્રાહીમ હસનભાઈ, ઉપપ્રમુખ હનીફ કાસમ, મંત્રી અમજદ કાસમભાઈ, સહમંત્રી હુશેનભાઈ સીદીભાઈની વરણી કરેલ છે. કેમ્બ્રીજ/૬૬ કેવીના જમાતના પ્રમુખ તરીકે અબ્દુલ તારમહમદભાઈ, ઉપપ્રમુખ ઈમ્તીયાઝ હાસમભાઈ, મંત્રી અમીન અબુભાઈ, સહમંત્રી અલ્તાફ અોસમાણભાઈની વરણી કરેલ છે. કસ્તુરબાનગર જમાતના પ્રમુખ તરીકે તારમહમદભાઈ ઈશાભાઈ, ઉપપ્રમુખ તૈયબ તારમહમદભાઈ, મંત્રી શરીફભાઈ, સહમંત્રી અાહમદભાઈની વરણી થયેલ છે. ઘોરીપીર જમાતના પ્રમુખ તરીકે હાસીમ અહેમદભાઈ, મંત્રી હનીફભાઈ અામદભાઈની સર્વાનુમતે વરણી કરાઈ છે.
અા તકે સમાજના હોદેદારો તરીકે ઉપÂસ્થત રહેલા સમગ્ર સીડા સંઘી મુÂસ્લમ સમાજના પ્રમુખ શ્રી હાજી સુલેમાનભાઈ, મહામંત્રી હુશેનભાઈ, ખજાનચી અમીનભાઈ, સહમંત્રી મહમદભાઈ, કારોબારી સભ્યોશ્રી, યુસુફભાઈ દરબાર, અારીફભાઈ, મુસાભાઈ, હનીફભાઈ, યુસુફ કાસમભાઈ, મહમદભાઈ વીરપરવાળા, ઈબ્રાહીમભાઈ, ઉમરભાઈ વગેરે વિશાળ સંખ્યામાં હાજર રહેલ સભ્યોઅે નવા વરાયેલા હોદેદારોનું ફુલહારથી સ્વાગત કરેલ અને સમાજના કાર્યો કરવા માટેની શુભેચ્છા પાઠવેલ હતી.
સીડા સમાજનો ઈતિહાસ ભવ્ય છે. અામ અા સમાજ બીજા સમાજાની સરખામણીઅે સુસભ્ય, સંસ્કારી, પ્રમાણમાં સુશિક્ષિત અને સામાજીક દુષણો, કુરીવાજા, બદીઅોથી થોડેઘણે અંશે મુક્ત ગણાય છે અને બુધ્ધી, ધન અને અાવડતોથી ભરેલ ગણાય છે.
છેલ્લા ઘણા વર્ષોથી સમાજના યુવાધનોઅે શૈક્ષણિક, અાર્થિક, સામાજીક ક્ષેત્રે હરણફાળ ભરેલ છે.અામ તો અા સમાજ રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લાના અલગ-અલગ ૧પ જેટલા ગામોમાં અને શહેરોમાં વસવાટ કરે છે.
અા તકે અા મીટીંગમાં અાગળના સામાજીક ઉધ્ધારના કાર્યક્રમોની રૂપરેખા-અાયોજનોની ચર્ચા થઈ અને અાવનારી કારોબારીની મીટીંગમાં જાનવાઈઝ, પ્રભારી ગવનીગ બોડીની જાહેરાત કરવામાં અાવશે. અેવું અમીનભાઈ સીડાની અખબારી યાદીમાં જણાવવામાં અાવ્યું છે.

 

રિપોર્ટ : અમીન સીડા 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!