માળિયાના વીરવિદરકા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
આરોપીની પત્નીની અવારનવાર પજવણી કરી બીભત્સ માંગણી કરતો હોય જેથી હત્યા કરી હોવાની કબૂલાત
માળિયા : માળિયાના વીરવિદરકા ગામે થોડા દિવસો પૂર્વ થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલાયો છે.પોલીસે આરોપીને મધ્યપ્રદેશ જઈને દબોચી લીધો હતો. આ હત્યા પાછળનું કારણ પણ સામે આવ્યું છે. જેમાં મૃતક આરોપીની પત્નીની અવારનવાર પજવણી કરી બીભત્સ માંગણી કરતો હોય આરોપીએ પથ્થર મારી અને છરીથી ગળું કાપી તેની હત્યા નિપજાવી હોવાનું જાહેર થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના વિર વિદરકા ગામે ગત તા.13ના રોજ બેચરભાઇ કોળીના ખુલ્લા વાડામા
રોહીતભાઇ જીવાભાઇ સુરેલા ઉ.વ.૨૭ ની કોઇ અજાણ્યા ઇસમે કોઇ અગમ્ય કારણોસર પથ્થર તથા તીક્ષ્ણ હથીયાર વડે માથાના ભાગે તેમજ ગળાના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ હતું. જે અંગે તેના નાના ભાઈ મહેશભાઇ જીવાભાઇ સુરેલા ઉ.વ.૨૨ એ પોલીસ ફરીયાદ
નોંધાવી હતી. જેથી પોલીસે આ કેસમાં તપાસ કરતાં આ ગુનાના કામે ગામમાં ખેતી કામ કરતા આદિવાસી મજુરની સઘન તપાસ કરતા માત્ર દિનેશભાઇ આદિવાસી નામ જાણવા મળેલ તે સિવાય કોઇ જ માહિતી મળેલ ન હતી આશરે વીસેક દિવસ અગાઉ સાહેદ મુકેશભાઇ બેચરભાઇ સુરેલા જાતે.કોળી રહે.વિર વિવરદકાવાળાના મોબાઇલ માથી તેના સબંધીને ફોન કરેલ હોવાનું જાણવા મળેલ. જે આધારે ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા આરોપીએ તેના સબંધી સાથે કરેલ વ્યકિતની તપાસ માટે ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે તપાસમાં મોકલેલ તે ઉપરાંત બીજી ટીમને કાર્ડ ધારકની તપાસ માટે મોકલતા કાર્ડ ધારક ભાયાભાઇ મોલસીંગભાઇ નાયક રહે.નવી સરકારી વસાહત રામેશ્વરપુર વાઘોડીયા વડોદરાવાળાનુ હોવાનું જાણવા મળતા તેની તથા તેના સગા-સબંધીઓની વિગતે તપાસ કરતા કાર્ડ ધારકના દિકરા રાકેશભાઇ ભાયાભાઇની પુછપરછ કરતા તેના સાઢુભાઇ ગોપાલભાઇ ગોવિંદભાઇ નાયક હાલ રહે.માથક તા.હળવદની માહિતી મળતા તેને બોલાવી વિગતવારની તપાસ કરતા તેના મોટા ભાઇ દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક મુળ રહે.મુંદલા તા.છકતલા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાનું સરનામુ મળેલ જેથી મોકલવામાં આવેલ પોલીસ ટીમને માહિતી આપી દિનેશની તેના વતનમાં તપાસ કરાવતા દિનેશને શોધી હસ્તગત કરી વિગતવારની પુછપરછ કરતા દિનેશભાઇએ ગુનાની કબુલાત આપેલ જે આધારે આરોપીને ગુનાના કામે આજરોજ ધોરણસર અટક કરવામાં આવેલ છે. આરોપીની ગુનાના કામે વિગતવાર પુછપરછ કરતા આ કામના મરણ જનાર રોહીત કોળી અવાર નવાર આરોપીની ગેર હાજરીમાં તેની પત્ની સુમીત્રા ઉર્ફે કાળીની મશ્કરી કરી બીભસ્ત માગણીઓ કરતો હતો જે અંગે સુમિત્રાએ આરોપીને અગાઉ જાણ કરેલ હતી. ગત તા. 11ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યે મરણ જનાર રોહિતભાઇ જીવાભાઇ કોળી આરોપી દિનેશભાઇ ગોવિંદભાઇ નાયકની ઝૂંપડી ખાતે આવેલ તે વખતે સુમિત્રા રસોઇ બનાવતી હતી અને આરોપી ઝુંપડીમા સુતો હતો ત્યારે મરણ જનારે સુમિત્રાની મશ્કરી કરી ચેન ચાળા કરેલ જેથી સુમિત્રાએ તેના પતીને કહેતા આરોપી અને મરણ જનાર વચ્ચે ઉગ્ર તકરાર થયેલ અને ગુસ્સામાં આવી આરોપીએ નીચે પડેલ ઇટો મરણ જનારના માથાના ભાગે મારતા મરણ જનાર નીચે પડી જતા આરોપીએ બાજુમાં પડેલ પથ્થર મરણ જનારના માથાના ભાગે મારેલ જેથી મરણ જનાર જમીન ઉપર તરફડીયા મારવા લાગેલ જેથી આરોપીએ બાજુમાં પડેલ શાકભાજી સુધારવાનું ચાકા વડે મરણ જનારનુ ગળુ રહેસી નાખી ખુન કરી પોતાના પરીવાર સાથે નાસી ગયેલ અને બીજા દિવસે ગુનો જાહેર થયેલ હતો.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756