પતિએ રાખેલ દોઢ વર્ષનું બાળક ૧૮૧ ટીમે માતાને સોપ્યું

પતિએ રાખેલ દોઢ વર્ષનું બાળક ૧૮૧ ટીમે માતાને સોપ્યું
પતિ-પત્નીની તકરાર દૂર કરવા માણાવદર નારી અદાલતમાં કેસ લઇ જવાયો
જૂનાગઢ : કેશોદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર એક કોલ આવ્યો કે, મહિલાનો પતિ તેમના દોઢ વર્ષના બાળકને લઇને જતો રહ્યો છે. આથી ૧૮૧ ટીમ મહિલાની મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી મહિલાને પ્રોત્સાહન આપી કાઉન્સેલીંગ કરતા જણાવ્યું કે, મારા પતિ મારા પર વારંવાર ખોટી શંકા કરીને વારંવાર મારઝુટ કરી હેરાનગતિ કરતા માનસિક ત્રાસ આપતાને તા.૨૩/૦૧/૨૨ ના રોજ રાત્રે ખોટી શંકા સાથે ઝઘડો કરી મારઝુટ કરીને ઘરેથી નીકળી જવા માટે કહેલુ હોવાથી નંણદોયા મારા પિયરમાં મુકી ગયા હતા.
સંતાનમા બે બાળકો હોય જેમા એક દોઢ વર્ષનો છોકરો હોય તે પતિએ લઈ લીધેલ હોયને આપતા ન હોવાથી મારા બહેને અભયમ ટીમની મદદ લેવા માટે જણાવેલ હતું. તેથી અભયમ ટીમની મદદ માગેલી હતી. કેશોદ ૧૮૧ અભયમ ટીમ દ્રારા મહિલાના પતિનું કાઉન્સેલીંગ કરીને કાયદાકીય સમજણ આપી અને મહિલાના સાસુ-સસરાને સમજાવેલ મહિલાના પતિ બાળક આપવાનુ ના પાડતા હોવાથી માણાવદર પોલીસની મદદ લઈને બાળકને માતાના પ્રેમ અને હુફથી વંચિત ન રહે તે માટે મહિલાના પતિને અભયમ ટીમ દ્રારા બાળકના ભવિષ્ય વિશે સમજાવી બંન્ને પક્ષનુ કાઉન્સેલીંગ કરી રાજી ખુશીથી બાળકનો હંગામી ધોરણે કબ્જો મહિલાને અપાવ્યો હતો અને મહિલા તથા તેમના પતિ વચ્ચેની તકરારને દુર ને દુર કરવા તથા તેનુ સાંસારીક જીવન ફરીથી સારી રીતે ચાલવા લાગે તેના માટે લાંબા ગાળાના કાઉન્સેલીંગ માટે માણાવદરમા કાર્યરત નારી અદાલતમા લઇ જવામાં આવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756