પાટણ : ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો

પાટણ : ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો
આજ રોજ તારીખ 18.01.2022 ના રોજ ગોપાલભુવન પ્રાથમિક શાળા મુકામે પાટણ ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા આપના દેશ ના મહાપુરુષો સ્વામી વિવેકાનંદની જન્મજયંતી થી લઈ સુભાષચંદ્ર બોઝ ની જ્ન્મ જયંતિ સુધી લઈ કર્તવ્ય બોધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું ,
જેમાં બૌધિક વક્તા તરીકે ડો બલદેવભાઈ દેસાઇ ,આચાર્યશ્રી , બી ડી સાર્વજનિક વિધાલય ,પાટણ દ્વારા આપણી દેશ પ્રત્યે અને બાળકો ને ધ્યાને રાખી ફરજ અને કર્તવ્ય વિષે ખૂબ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું
આ સાથે સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ અને રાષ્ટ્રીય સચિવ ભીખાભાઇ દ્વારા પણ રાષ્ટ્ર ફરજો અને સમૂહ ભાવના અને બાળકો તેમજ આપના હક વિષે પણ ખૂબ જ સુંદર પ્રવચન આપવામાં આવ્યું અને સાથે સાથે ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા ભીખાભાઇ ને રાષ્ટ્રીય સચિવ બનવા બદલ સન્માનીત પણ કરવામાં આવ્યા .
અને ગ્રાન્ટેડ પ્રાથમિક ના વર્ષો થી પડતર રહેલ પ્રશ્નો ના ખુબજ ઝડપી નિકાલ માટે રજૂઆત કરવામાં આવી .
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756