રાજકોટ માં રેડી ટુ મિકસ જેવો મીઠા માવાનો જથ્થો પકડી પાડી ભેળસેળની શંકાસ્પદ પ્રવૃતિ પકડી પાડી

રાજકોટ માં આરોગ્ય અને ફૂડ શાખાએ ઢેબર રોડ પાસેથી રેડી ટુ મિકસ જેવો મીઠા માવાનો જથ્થો પકડી પાડી ભેળસેળની શંકાસ્પદ પ્રવૃતિ પકડી પાડી છે
રાજકોટ માં મહાનગરપાલિકા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ, ડેઝી. ઓફિસર અમિત પંચાલ અને ફૂડની ટીમ વન વીક, વન રોડ અંતર્ગત ઢેબર રોડ પર ચેકીંગમાં હતી. આ દરમ્યાન GJ-25-J-8194 ની ઇકો વાહન રોકીને ચેક કર્યુ હતું. તેમાંથી મીઠો માવો અને થાબડીનો ૧૪૦ કિલો માલ શંકાસ્પદ મળતા તેના નમુના લઇ લેબોરેટરીમાં મોકલાયા છે. થાબડીના નામે પણ મીઠો માવો જ હોવાનું આરોગ્ય વિભાગને લાગ્યું છે. પોરબંદરના કુતિયાણા પંથકના બાલોચ ગામના ડ્રાઇવર રાવલિયા હરદાસ ભીખાભાઇની પુછપરછ કરતા તેમણે આ જથ્થો માણાવદર તાલુકાના મરમઠ ગામના હીરેન મોઢાનો હોવાનું જણાવ્યું હતું. આથી આ જથ્થો માણાવદર પંથકમાંથી અવાર-નવાર રાજકોટ સહિતના શહેરોમાં જતો હોવાનું લાગ્યું છે. ડો.રાઠોડે જણાવ્યું હતું કે આ માલ મીઠાઇનો બેઝ જ છે. માવામાં એસન્સ જેવા પદાર્થ ભેળવીને સ્વાદ મુજબની મીઠાઇ બનાવવામાં આવે છે. થાબડીના નામે પણ મીઠો માવો જ લાવવામાં આવ્યો હતો. દુધમાંથી બનાવેલો આ ૧૪૦ કિલો માલ જપ્ત કરીને આગળની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. એકંદરે રેડી ટુ મિકસ જેવા આ માવાના શંકાસ્પદ જથ્થામાં આરોગ્યને નુકસાનકારક તત્વોની પણ ચકાસણી કરવામાં આવશે. વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સોરઠિયાવાડી સર્કલ થી કોઠીરિયા રોડ હાઇવે વિસ્તારમાં આવેલ ૪૩ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી કરીને ૪ પેઢીને નોટીસ આપવામાં આવી છે. તેમાં સોરઠિયાવાડી સર્કલથી કોઠીરિયા રોડ હાઇવે વિસ્તારમાં આવેલ (૧) પટેલ ગૃહ વસ્તુ ભંડાર (૨) શ્રી બહુચરાજી પાન (૩) પટેલ ફરસાણ સ્વીટ (૪) ઠાકર રજનીકાંત ધીરજલાલને લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત (૫) યોગેશ્વર ડેરી ફાર્મ (૬) અશોક વિજય ડેરી ફાર્મ (૭) જિગ્નેશ ટ્રેડ્ર્સ (૮) સપના કોલ્ડ્રિંકસ (૯) તુલસી ટી ડેપો (૧૦) પટેલ ડ્રગ (૧૧) કિશન પ્રોવિઝન સ્ટોર (૧૨) જય ભવાની શીંગ બેકરી (૧૩) ગોકુલ ડેરી ફાર્મ (૧૪) ગાત્રાળ ટી સ્ટોલ (૧૫) ગણેશ પાન કોલ્ડ્રિંકસ (૧૬) સિલ્વર બેકરી કેક શોપ (૧૭) અતુલ આઇસ્ક્રીમ (૧૮) જીત એન્ટરપ્રાઇસ (૧૯) સદગુરુ કોલ્ડ્રિંકસ (૨૦) મધુભાઈ ગોરધનભાઈ ચેવડવાળા (૨૧) સત્યમ ડેરી (૨૨) દિનેશ પાન સેલ્સ (૨૩) ઘનશ્યામ પેંડાવાળા (૨૪) બજરંગ પાન (૨૫) ગાયત્રી ટ્રેડિંગ (૨૬) શિવશક્તિ ટ્રેડર્સ (૨૭) મુરલીધર સ્વીટ માર્ટ (૨૮) ખોડિયાર કિરાણા ભંડાર (૨૯) ઓમ સેલ્સ એજન્સી (૩૦) હસમુખ પ્રોવિઝન (૩૧) સુરતી મદ્રાસ કાફે (૩૨) અંબિકા પાન કોલ્ડ્રિંકસ (૩૩) જોકર ગાઠિયા (૩૪) રાધે ક્રિષ્ના ખમણ (૩૫) દિનેશ ટ્રેડિંગ (૩૬) ભાવિક ટ્રેડિંગ (૩૭) જય ભવાની બેકરી (૩૮) ન્યુ કનૈયા ડેરી ફાર્મ (૩૯) કમળધન ખમણ સેન્ટર (૪૦) શ્રી હરિ સોડા આઇસ્ક્રીમ (૪૧) જય મુરલીધર ડીલક્સ પાન કોલ્ડ્રિંકસ (૪૨) ખોડિયાર ટી સ્ટોલ (૪૩) ડીલક્સ પાન ખાતે આરોગ્યલક્ષી ચેકીંગ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756