કડી મા આવેલ ભવાની જવેલર્સ નામની દુકાનના વેપારીની આંખમાં મરચુ છાટી લૂંટ કરવાનો પ્રયાસ

કડી મા આવેલ ભવાની જવેલર્સની દુકાનમાં વેપારીના આંખમાં મરચુ નાંખી લૂંટ કરવાનો પ્રયાસ
— તાલુકાના ઇન્દ્રાડ ગામના પતિ પત્ની રેકી કરી બીજા દિવસે આવ્યા હતા લૂંટ કરવા
— ઘેર લગ્ન હોવાથી સોનાના દાગીના બનાવવાનું રજૂ કર્યું હતું કારણ
— જવેલર્સ ના માલિક ની આંખમાં મરચું નાખી કર્યો હતો લૂંટ નો પ્રયાસ
— કડી બજારમાં આશરે 12 વાગે ઘટી હતી ઘટના
કડી શહેરની મુખ્ય બજારમાં શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ભવાની જવેલર્સ ને લૂંટવાની નીષ્ફળ ઘટના બની હતી. પતિ પત્નીએ ગ્રાહક ના વેશમાં આવી જવેલર્સ માલિકને લુંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જવેલર્સ માલિકની સજાગતા થી લૂંટ ની ઘટના નીષ્ફળ નીવડી હતી.આરોપી ભાગી રહ્યો હતો ત્યારે બાજુની સાંઈ મોબાઈલની દુકાનના કર્મચારી ધવલ ગજજર(DC) દ્વારા હિમ્મત કરી આરોપીને ઝડપી લઇ આરોપીને પોલીસ ને સોંપવામાં આવ્યો હતો.
કડી શહેરમાં કેટલાક સમયથી ગુનેગારોએ માથું ઉચક્યું છે.પંથકમાં ચોરી લૂંટ જેવી ઘટનાઓ સતત વધી રહી છે.શનિવારે શહેરની મધ્ય બજારમાં ધોળા દિવસે 12 વાગ્યા આસપાસ જવેલર્સ ની દુકાનને લુંટવાનો નીષ્ફળ પ્રયાસ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જવેલર્સ માલિકની સમય સૂચકતા અને સાઈ મોબાઈલ ના કર્મચારીની હિમ્મત થી લૂંટ કરવા આવેલા લુંટારૂઓ ઝડપાઇ ગયા હતા.શહેરના માર્કેટ રોડ ઉપર અજય એવન્યું સોસાયટીમાં રહેતા વિશાલ વિનોદભાઈ સોની કડીની મુખ્ય બજારમાં પટેલ ભુવનની બાજુમાં ભવાની જવેલર્સ નામની દુકાન ધરાવે છે.શનિવારે બપોરે આશરે 12 વાગ્યા આસપાસ દંપતી તેમની દુકાનમાં પ્રવેશી સોનાં ચાંદીના દાગીના લેવાનું બહાનું કાઢી મોકો જોઈ જવેલર્સ માલિકની આંખમાં મરચું નાખી લૂંટ નો પ્રયાસ કર્યો હતો પરંતુ માલિકની સમય સૂચકતા વાપરી બૂમાબૂમ કરી લુંટારૂઓ ના પ્રયાસ ને નીષ્ફળ બનાવ્યો હતો. પલ્સર બાઈક લઈને આવેલ લૂંટારૂ દંપતી ભાગી રહ્યું હતું ત્યારે સાઈ મોબાઈલ ના કર્મચારી ધવલ ગજજર ઉર્ફે ડી.સી. બહાર ઊભા હતા ત્યારે તેમણે જવેલર્સ માલિક બહાર આવી બૂમરાડ મચાવતા અને તેમની આંખોમાં કઈક પડેલું જોતા તેઓ અજુગતું બન્યું હોવાનું જાણતા ભાગી રહેલ લૂંટારૂ દંપતી ની રોડ ઉપર દોડી હિંમતભેર એક લૂંટારૂને ઝડપી પાડયો હતો.ઝડપાયેલા લૂંટારૂને પોલીસ ને સોંપ્યો હતો.પોલીસે લૂંટારુંઓ ની પૂછતાછ કરતા તે તાલુકાના ઇન્દ્રાદ ગામના ઠાકોર કિશન ઉર્ફે ભૂપત અમરતજી અને તેની પત્ની ઠાકોર સેજલ કિશનજી હોવાનું ખુલ્યું હતું
કડી પોલીસે જવેલર્સ માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
*યુવાનની હિમ્મત થી લૂંટારૂ દંપતી ઝડપાયું*
શહેરની બજારમાં પટેલ ભુવન પાસે આવેલ ભવાની જવેલર્સ માં લૂંટ કરવા આવેલ દંપતી માલિકની આંખમાં મરચું નાખી લૂંટ નો પ્રયાસ કર્યો હતો પરંતુ જવેલર્સ માલિકની સમય સુચકતાથી લૂંટારૂઓને પ્લાન નિષ્ફળ ગયો હતો જેથી તેઓ તેમના પલ્સાર બાઈક લઈને ભાગી રહ્યા હતા ત્યારે સાઈ મોબાઈલ નામની દુકાનના કર્મચારી ધવલ ગજજર ઉર્ફે ડી.સી. બહાર નીકળ્યા હતા તેમણે જવેલર્સ માલિકને બૂમાબૂમ અને દંપતીને ભાગતા જોતા હિંમતભેર લુંટારૂઓ ના બાઈક પાછળ દોડી તેમને પકડી લીધા હતા.યુવાનની હિમ્મત થી લુંટારૂઓ પોલીસ પકડમાં આવી જતા લોકોએ ધવલ ગજજર ઉર્ફે ડી.સી.ની હિંમતને બિરદાવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756