વાંકલ ગામે પી એમ નરેન્દ્ર મોદી નુ આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંગે નું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યું

વાંકલ ગામે પી એમ નરેન્દ્ર મોદી નુ આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંગે નું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યું..
પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા સહિતના ભાજપ આગેવાનો હાજર રહ્યા..
માંગરોલ, દેગડીયા :
માંગરોળ તાલુકાના વાંકલ ગામે સાઈ મંદિર ખાતે આવેલ પંચ કુટીર હોલ માં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંગે નું જીવંત પ્રસારણ ભાજપના અગ્રણી આગેવાનો અને લોકોએ નિહાળ્યું હતું
કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારત ના અભિયાન હેઠળ દેશ ની અર્થવ્યવસ્થા ને લોક સહયોગથી કેવી રીતે મજબૂત બનાવી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાંકલ ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા જીલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતી ભાજપ મહામંત્રી દીપકભાઈ વસાવા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મુકુંદભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર તાલુકા પંચાયત સદસ્ય ડો. યુવરાજસિંહ સોનારીયા શૈલેષભાઈ મૈસુરીયા સહિત સંગઠનના મહત્તમ આગેવાનો,વિવિધ ગામના સરપંચો મહિલા મોરચાની બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી વડાપ્રધાન ના અર્થ વ્યવસ્થા મજબૂતી કરણ અંગે નું જીવંત પ્રસારણ તમામે નિહાળ્યું હતું
રિપોર્ટ નિલય ચૌહાણ દેગડીયા (માંગરોલ સુરત)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756