રાજકોટ માં મહાનગરપાલિકા “વન વીક વન રોડ” ઝુંબેશ

રાજકોટ માં મહાનગરપાલિકા “વન વીક વન રોડ” ઝુંબેશ સાધુવાસવાણી રોડ પર વિવિધ શાખાઓ દ્વારા કામગીરી કરેલ.
રાજકોટ માં મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમે આજે સાધુવાસવાણી રોડ પર આવેલી ખાણી-પીણીની દુકાનો, રેસ્ટોરન્ટમાં ચેકીંગ કર્યુ હતું. જેમાં બે રેસ્ટોરન્ટમાંથી પ૩ કિલો વાસી ફૂડ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે. તો શેઇક અને દૂધના નમુના લઇ ૧૩ ધંધાર્થીને ફૂડ લાયસન્સ માટે નોટીસ પણ આપવામાં આવી છે. આ રોડના મેજીક મોમેન્ટસ (સંતુસ્ટી શેક્સ મોર) માંથી કાજુ અંજીર મિલ્ક શેક (લુઝ) અને ગંગોત્રી ડેરી ફાર્મ આઇસ્ક્રીમ મિક્સ દૂધ (લુઝ) નું સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા શહેરના સાધુવાસવાણી મેઇન રોડ વિસ્તારમાં આવેલ (૧) પિપલ્સ ઓફ પંજાબ મલ્ટીકૂઝિન રેસ્ટોરન્ટમાંથી ફ્રિજમાં સંગ્રહ કરેલ વાસી ૩ કિલો બાફેલા બટેટા, ૧૦ કિલો સંભાર, ૧૦ કિલો સબ્જી, ૫ કિલો ચટણી, ૫ કિલો ગ્રેવી, ૫ કિલો વાસી નારિયેળ ચટણી, ૪ કિલો મંચુંરિયન, ૩ કિલો નુડલ્સ, ૩ કિલો વાસી બાંધેલો લોટ મળી અંદાજે કુલ ૪૭ કિલો અખાધ વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરી લાયસન્સ તથા હાઇજીન બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત આ જ રોડના (૨) ગુરુનાનક પંજાબી ચાઇનીઝમાંથી ફ્રિજમાં સંગ્રહ કરેલ વાસી કાપેલ શાકભાજી તથા ચટણી, ગ્રેવી કુલ ૬ કિલો નાશ કરી લાયસન્સ બાબતે નોટીસ અપાઇ હતી જયારે (૩) તુલસી જનરલ સ્ટોર (૪) ઝૂલેલાલ કોલ્ડ્રિંકસ (૫) યતીન ફ્લોર મિલ (૬) ભાવેશ પાન (૭) બાલાજી ફ્લોર મિલ (૮) પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્ર (૯) જય ગણેશ અમુલ પાર્લર ડ્રાયફ્રૂટ (૧૦) રાઘવ મેડિસિન્સ (૧૧) નીલકંઠ પ્રોવિઝન સ્ટોર (૧૨) બજરંગ પાર્લર અને (૧૩) જન-ધન મેડિકલ સ્ટોરને લાયસન્સ બાબતે નોટીસ અપાઇ હતી. સાધુવાસવાણી રોડ પર અન્યત્ર જયાં જયાં આરોગ્યલક્ષી ચકાસણી કરવામાં આવી તેમાં (૧૪) ધારેશ્વર ડેરી ફાર્મ (૧૫) મહાલક્ષ્મી સ્વીટ નમકીન (૧૬) અમ્રુત ડેરી ફાર્મ (૧૭) ગોલ્ડન સુપર માર્કેટ (૧૮) શ્રી નાથજી પ્રોવિઝન સ્ટોર (19) પાર્શ્વનાથ જનરલ સ્ટોર (૨૦) વિમલ મેડિસિન્સ (૨૧) રાજ ગાઠિયા (૨૨) બજરંગ ટી સ્ટોલ (૨૩) સ્વામી રેસ્ટોરેન્ટ (૨૪) બંસીધર ડેરી ફાર્મ (૨૫) સેલવાઝ સાઉથ (૨૬) શ્રી ફાર્મસી (૨૭) ક્બીભી બેક સ્ટુડિયો (૨૮) શ્રી સુપર માર્કેટ (૨૯) એપોલો ફાર્મસી (૩૦) મેજીક મોમેન્ટસ (સંતુસ્ટી શેક્સ મોર) (૩૧) માધવ મેડિસિન્સ (૩૨) દાવત ફેમિલી રેસ્ટોરેન્ટ (૩૩) ગંગોત્રી ડેરી આઈસ્ક્રીમ (૩૪) અતુલ આઈસ્ક્રીમ (૩૫) સંજીવની આયુર્વેદિક (૩૬) ચંદન સુપર માર્કેટ (૩૭) મોંજિનિસ કેક શોપ (૩૮) છાસવાલાનો સમાવેશ થાય છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756