કાસીયાથી સાસણ જતા જંગલમાંથી પસાર થતી રેલવે લાઈનની બન્ને બાજુ ફેન્સીગ કરવાની રજુવાત કરાઈ

કાસીયાથી સાસણ જતા જંગલમાંથી પસાર થતી રેલવે લાઈનની બન્ને બાજુ ફેન્સીગ કરવાની રજુવાત કરાઈ
Spread the love

– કાસીયાથી સાસણ જતા જંગલમાંથી પસાર થતી રેલવે લાઈનની બન્ને બાજુ ફેન્સીગ કરવાની રજુવાત કરાઈ

કાસીયાથી સાસણ જતા જંગલ ખાતાની હદમાંથી પસાર થતી રેલવે લાઈનની બન્ને બાજુ ફેન્સીગ કરવા ટિમ ગબ્બર ની રજુવાત

અમો ટિમ ગબ્બરના સ્થાપક કાંતિ. એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી વિસાવદરને લોકો તરફથી રજુવાત મળેલ છે કે,કાસીયાથી સાસણ જતી રેલવેની મીટરગેજ લાઈનની જગ્યાએ બ્રોડગેજ લાઈન મંજુર થયાની જાહેરાત ઘણા લાંબા સમયથી થયેલ છે પરંતુ આ કામગીરી સિંહોનું મોતનું કારણ બતાવી ચાલુ કરવામાં આવતી નથી વાસ્તવિક રીતે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ સિંહનું મૃત્યુ થયેલ હોય તેવું ક્યાંય રેકર્ડ ઉપર નથી ત્યારે સરકાર ગીરના સિંહો માટે સાસણના જંગલોની જાહેરાત કરે છે અને લોકોને આકર્ષવા જાહેરાત પાછળ ઘણો ખર્ચ કરે છે ત્યારે કાસીયાથી સાસણ વચ્ચેના જંગલમાં પ્રાણીઓની સલામતી માટે ટ્રેનની બન્ને સાઈડમાં ઝાળી નાખી દેવામાં આવે તો વન્યપ્રાણીઓનું પણ રક્ષણ થઈ શકે અને પ્રવાસીઓને પણ સિંહ દર્શન સાથે ટ્રેનની મુસાફરીનો લાભ મળી શકે તેમ છે આ ઉપરાત જંગલમાં જ સિંહો તથા વન્યપ્રાણીઓ સુરક્ષિત રહેશે ઉપરાંત જંગલમાં જ એવા સુંદર મજાના ઝાડ વાવી લોકો ટ્રેનમાંથી જ જંગલમાં પ્રાણીઓ જોઈ શકશે આ ઉપરાંત આ ટ્રેકની(પાટા)ની ઉંચી કરવામાં આવે તો પણ આ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેમ છે.વિસાવદર તથા તાલાલાના લોકોને ખુબજ ઉપયોગી આ ટ્રેન વ્યવહાર છે. વિસાવદર તથા તાલાળાની જનતા માટે આ ટ્રેન ખુબજ ઉપયોગી છે અને વિસાવદર તથા સાસણ,સોમનાથ,તથા દિવ,જેવા સ્થળો માટે જવા માટેનો ખુબજ ઉપયોગી કહી શકાય તેવી આ ટ્રેન બોર્ડગ્રેજ થઈ શકે તેમ છે અને વિસાવદર તથા તાલાલા તાલુકો સામાજિક તથા વ્યવહારિક રીતે પણ જોડાયેલ છે અને તાલાળા સુગર ફેકટરીમાં પણ વિસાવદર તાલુકાના સદસ્યો છે અને બન્ને તાલુકાની પ્રજા માટે ઉપયોગી આ ટ્રેનનો મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરે છે તેથી રેલવે તંત્ર દ્વારા આ ટ્રેકની બન્ને સાઈડમાં વન્ય પ્રાણી ટ્રેક સુધી ન આવે તે માટે કમિટીમાં મૂકી ફેન્સીગ બનાવવા મજૂરી આપવા અમોએ તા.૧૮/૧૨/૨૦૨૧ના રોજ રજુઆત કરેલ હતી પરંતુ અમોને અમારી રજૂઆતનો કોઈ પત્ર કે જવાબ આજદિન સુધીમાં રેલવે તંત્ર દ્વારા આપવામાં આવેલ નથી પરંતુ જંગલ ખાતા તરફથી અમોને પત્ર લખી આવી કોઈ માંગણી રેલવે તંત્રએ આજદિન સુધી કરેલ નથી અને આવી માંગણી કર્યેથી આગળની કાર્યવાહી કરી શકાય તેવો જવાબ આપવામાં આવેલ છે ત્યારે સિંહને બચાવવા માટે રેલવે કોઈ કાર્યવાહી ન કરે તો જંગલખાતા દ્વારા પણ આવી કાર્યવાહી કરવા અમારી ટિમ ગબ્બરને રજુઆત મળેલ છે તેથી અમારી આ રજુઆત ધ્યાને લઇ જંગલખાતાની કમિટીમાં મૂકી તથા પી.એમ.ની કમિટી તથા સી.એમ.ની.કમિટી તથા અરણ્ય ભવનમાંથી મજૂરી આપી અપાવીને આશરે ૧૩ કી.મી.ની જગ્યામાં ફેન્સીગ બનાવવા અમારીટિમ ગબ્બર ની રજુઆત છે.

રિપોર્ટ : હરેશ મહેતા વિસાવદર

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!