ડભોઇ : તેનતલાવ ગામે”રામજી મંદિર હોલ ખાતે સંતાનો દ્વારા માતૃ-પિતૃ પૂજન દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

તેન તલાવ ગામે”રામજી મંદિર હોલ ખાતે સંતાનો દ્વારા માતૃ-પિતૃ પૂજન દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ
ડભોઇ તાલુકાના તેન તલાવ ગામે રામજી મંદિર હોલ ખાતે ગામ ના લોકો ભેગા મળી માતા-પિતાની પૂજા અર્ચના કરી માતૃ પિતૃ પૂજન દિવસ ની અનોખી રીતે અને ઉલ્લાસભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી.
14 ફેબ્રુઆરીના રોજ જે વેલેન્ટાઈન ડે દિવસ ઉજવવામાં આવે છે જે વિદેશી સંસ્કૃતિ તરીકે ઉજવવામાં આવે છે અને તે ખોટી દિશામાં જઇ રહ્યું છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોટ મુકી રહેલી દેશની ભાવિ પેઢી દેશની ભવ્ય સંસ્કૃતિ થી વિમુખ ન થાય તે માટે ની બાલ્યાવસ્થાથી યુવાઓનો ઉત્તમ સંસ્કારો નું જીવનમાં સિંચન થાય તે હેતુ થી તેનતલાવ ગામના ગ્રામજનો દ્વારા રામજી મંદિર હોલમાં માતૃ-પિતૃ પૂજન દિવસનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.
જ્યારે આ કાર્યક્રમમાં તેનતલાવ ગામ ના સંતાનો દ્વારા પોતાનાં માતા-પિતાનો ભારતીય સંસ્કૃતિ મુજબ તિલક-ચંદન પ્રદક્ષિણા અને મોઢું મીઠું કરી પૂજન કરાયું હતું.
રીપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756