ગુજરાત રાજ્ય દ્વારા ૧૦ કરોડ લોકોનું વેક્સિનેશન કરાયું

ગુજરાત રાજ્ય દ્વારા ૧૦ કરોડ લોકોનું વેક્સિનેશન કરાયું
Spread the love

ગુજરાત રાજ્ય દ્વારા ૧૦ કરોડ લોકોનું વેક્સિનેશન કરાયું : ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ફુગ્ગા ઉડાડી ઉજવણી કરી

જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીએ આરોગ્ય શાખાની ઉમદા કામગીરી
બદલ અભિનંદન પાઠવ્યા

ભરૂચઃ બુધવાર :- ગુજરાત સરકાર દ્વારા દસ કરોડ લોકોને કોરોના પ્રતિરોધક વેક્સિનેશન આપવામાં આવ્યા છે. આ સફળતાને વધાવતા ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીના હસ્તે ફુગ્ગા ઉડાડીને ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીએ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની ભરૂચ જિલ્લાની વેક્સિનેશનની ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા ફ્રન્ટલાઈન વર્કર અને જાહેર જનતાને કોરોના પ્રતિરોધક વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી ત્યારથી લઈને આજ સુધીમાં દસ કરોડ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જે પૈકી ભરૂચ જિલ્લામાં ગઈકાલ સાંજ સુધીમાં પ્રથમ ડૉઝ ૧૪૦૦૭૧૭, બીજો ડૉઝ ૧૩૧૬૯૨૨, પ્રિકોશન ડોઝ ૩૭૬૪૮, ૧૫ થી ૧૭ વર્ષનાને પ્રથમ ડૉઝ ૫૩૨૫૬ અને ૧૫ થી ૧૭ ના કિશોરોને બીજો ડોઝ ૨૬૭૪૫ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આ વેળાએ જિલ્લા પંચાયતના પટાંગણમાં રંગોળી કરી રસીકરણ અંગે જનજાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા, ડૉ. અનિલ વસાવા, ડૉ. મુનીરા શુક્લા, ડૉ. નિલેશ પટેલ તથા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!