વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન 2022 માં બાલાજી ગર્લ્સ વિજેતા

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન 2022 માં બાલાજી ગર્લ્સ વિજેતા
વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન 2022 અંતર્ગત તાજેતરમાં SVS-3 કક્ષાએ વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યા સોનલબેન અંકલેશ્વરીયાનાં માર્ગદર્શન હેઠળ શ્રીમતી કે.એલ.એસ.ખાંડવાલા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ દ્રારા વિવિધ વિભાગોમાં 4 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતાં. વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી વૈશાલીબેન પટેલ અને ગ્રંથપાલ મુનીરાબેન હમદાનીનાં માર્ગદર્શન હેઠળ પ્રથમ ક્રમે (1) ઈકો ફ્રેન્ડલી ટેકનીક ફોર ક્રિમેશન ઈન પેન્ડમિક, (2) ફિબોનાકી નંબર અને ગોલ્ડન રેશિયો, (3) એન્ટી સ્લીપ એલાર્મ ફોર ડ્રાઇવર તથા દ્વિતીય ક્રમે (4) સેનેટરી પેડ્સના પ્રકાર અને તેના નિકાલની પદ્ધતિ કૃતિ રજૂ કરી હતી. આ સિદ્ધિ બદલ શાળાનાં વહીવટી સમિતિનાં અધ્યક્ષ મનિષભાઈ પાનવાલાએ વિજ્ઞાનમેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને તથા સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756