પ્રાર્થના અને ધ્યાન માણસ માટે ખુબ જ જરૂરી છે પ્રાર્થનામાં ભગવાન તમારી વાત સાંભળે છે

પ્રાર્થના અને ધ્યાન માણસ માટે ખુબ જ જરૂરી છે પ્રાર્થનામાં ભગવાન તમારી વાત સાંભળે છે અને દયાનમાં તમને ભગવાનની વાત સંભળાય છે
તમને એમ થશે કે હું બહુ ભણેલો ગણેલો હોશિયાર છું ખરેખર એવું નથી.તમારા સર્ટિફિકેટ તો તમારા માતાપિતાએ તમારી પાછળ ખર્ચેલા રૂપિયાની રસીદ છે. તમારી કેળવણી તમારા વાણી વર્તનમાં ઝળકે છે. તમારા વ્યક્તિત્વમાં તમારૂ આખું ચરિત્ર છલકાય જ છે.
સત્ય તમને કદી કમજોર નિર્બળ થવા દેશે નહિ તમને દુઃખી અને ભયભીત થવા દેશે નહિ અને પ્રેમ તમને કોઈ દિવસ નફરત કરવા દેશે નહિ.
તમારો ખરાબ સમય તમને જિંદગીની એ સચ્ચાંઇઓનો સામનો કરાવે છે જેનો તમને તમારા સારા સમયમાં વિચાર પણ આવ્યો નહિ
જે તમને મળી ગયું છે એ તમારા માટે સારું છે. એ તમને ખબર નહિ હોય પણ આપવાવાલો સારી રીતે જાણે છે. સબર અને ધીરજ તમને અકળાવી દે છે પણ એના ફળ હમેશા મીઠા જ હોય છે.
દુઃખી થવાના 3 રસ્તા છે
1 વાસના 2 લાલચ 3 ગુસ્સો
ગુસ્સાથી તમેં તમારા મગજ પરનો કાબૂ ઝડપથી ગુમાવી દો છો.તમને ખબર છે તમને ગુસ્સો આવે તે વખતે જોરજોરથી ચિલ્લાવામાં તાકાતની જરૂર નથી પણ તમને ગુસ્સો આવે તે વખતે ચુપ રહેવામાં વધુ તાકાતની જરૂર પડે છે.
તમારું મૌન જ તમારી સૌથી મોટી તાકાત છે તમારા શબ્દોનું મહત્વ સમજો .કોઈની પ્રત્યે એટલી બધી લાગણી પણ ના રાખજો કે તમે સ્વંયને ભુલી જાવ.
પ્રાર્થના અને દયાન માણસ માટે ખુબ જ જરૂરી છે. પ્રાર્થનામાં ભગવાન તમારી વાત સાંભળે છે અને દયાનમાં તમને ભગવાનની વાત સંભળાઈ છે.
તમારું ઘર ત્યા સુધી સલામત છે જ્યાં સુધી ઘરના મહત્વના નિર્ણયો મોટાના હાથમાં હોય છે જે દિવસે ઘરના બીજા નાના સભ્યો મોટા બનવા લાગે તે વખત પછી તમારું ઘર વેરવિખેર થતા વાર નહિ લાગે.
મજાકમાં મજાકમાં તમારા ખાસ દોસ્ત તમારા સગાંવહાલાં તમારા વેપારીઓ એમબ મજાક મજાકમાં તમારા ખાસ દોસ્ત સગાંવહાલાં તમારા વેપારી મિત્રો એમના દિલની સાચી વાત કહી દે છે.બસ સમજવાવાલા સમજી જાય છે અને ના સમજવાલા મજાક સમજી ભૂલી જાય છે.
ઘરમાં તમે લડી લો ઝઘડી લો પણ કોઈ દિવસ પરિવારથી અલગ થવાનું વિચારશો નહિ કેમ કે ઝાડ પરથી અલગ થયેલા પત્તાની કોઇ કિંમત કરતું નથી.
કોઈ તૂટી જાય એને મદદ કરી ટેકો આપી ઊભા કરો.કોઈ રિસાઈ જાય તો એણે પ્રેમથી સમજાવી બનાવી લેજો.
સંબંધો નસીબથી બંધાય છે એણે જીવનભર સાચા હૃદય મનથી નિભાવો.
બધાનો ખ્યાલ રાખો બધાનો વિચાર કરજો.
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756