ભાવનગરમાં પેવર રોડના કામોનું ખાતમુહૂર્ત કરતાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી

ભાવનગરમાં પેવર રોડના કામોનું ખાતમુહૂર્ત કરતાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
Spread the love

શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આજે તખ્તેશ્વર વોર્ડમાં વિવિધ જગ્યાઓના પેવર રોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

વિધેશ્વર મહાદેવ મંદિર પાસે, વિદ્યાનગર ખાતે યોજાયેલાં આ ખાતમૂર્હત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસ માટે ગ્રાન્ટમાં કોઈ કમી રાખી નથી અને શહેરના દરેક ખૂણાનો વિકાસ થાય તે માટે સર્વગ્રાહી આયોજન હાથ ધરીને સમયાંતરે વિકાસના કામો ખુલ્લાં મુકવામાં આવી રહ્યાં છે.

તેમણે જણાવ્યું કે, શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નીતનવીન પ્રકલ્પો હાથ ધરીને શહેરી સુખાકારીમાં વધારો થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા રાજ્ય સરકારની ખાસ મરામતની ગ્રાન્ટ અંતર્ગત આ કામ હાથ ધરવામાં આવનાર છે.

આ અવસરે ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલીયા, કોર્પોરેટરશ્રીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ:ઈમ્તિયાઝ હવેજ ભાવનગર.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

AddText_02-12-09.01.09.jpg

Admin

Imtiyaj Havej

9909969099
Right Click Disabled!