દાહોદ: વરલી-મટકાનો આંક ફરકનો પૈસા વડે જુગાર રમી રહેલા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા

દાહોદ: વરલી-મટકાનો આંક ફરકનો પૈસા વડે જુગાર રમી રહેલા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા
Spread the love

જુગારધામ ઝડપાયું: દાહોદના પરેલમાં જાહેરમાં આંક ફરકનો જુગાર રમતા બે જુગારીયા ઝડપાયા, કુલ રૂ. 30 હજારનો મુદ્દામાલ જપ્ત
દાહોદ શહેર પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

રોકડા રૂ. 25 હજાર 560 સહિત 30 હજાર 560 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
દાહોદ શહેરના પરેલ વિસ્તાર ખાતે વરલી-મટકાનો આંક ફરકનો પૈસા વડે જુગાર રમી રહેલા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે રોકડા રૂપિયા 25 હજાર 560 મળીને કુલ રૂ. 30 હજાર 560નો મુદ્દામાલ કબજે કર્યો છે.જગદીશચંદ્ર ઘીસાલાલ અગ્રવાલ અને ગણપતભાઈ નાવી દાહોદ શહેરના પરેલ પાંચ રસ્તા ખાતે જાહેરમાં વરલી, મટકાનો આંક ફરકનો પૈસા વડે જુગાર રમી રહ્યાં હતાં. આ અંગેની બાતમી દાહોદ શહેર પોલીસને મળતાં પોલીસે ઓંચિતી રેડ કરતાં પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે રોકડા રૂપિયા 25 હજાર 560 બે મોબાઈલ ફોન, જુગારના સાધનો મળી કુલ રૂ. 30 હજાર 560નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંન્ને ઈસમો વિરૂદ્ધ દાહોદ શહેર પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : નિલેશ.આર .નીનામા
દાહોદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Screenshot_2022_0213_095132.jpg

Admin

Nilesh Ninama

9909969099
Right Click Disabled!