વસરાવી ગામ નો ચેક ડેમ તૂટી જતા નવો ચેકડેમ બનાવવાની માંગ ઉઠી

વસરાવી ગામ નો ચેક ડેમ તૂટી જતા નવો ચેકડેમ બનાવવાની માંગ ઉઠી.
જવાબદાર સિંચાઇ વિભાગ દ્વારા આ દિશામાં કોઈ કામગીરી થતી નથી..
માંગરોલ, દેગડીયા :
માંગરોળ તાલુકાના વસરાવી ગામે તૂટી ગયેલો ચેકડેમ ફરી નવો બનાવવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે સિંચાઈ યોજના ના પાણીથી વંચિત રહેલા વસરાવી ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે એવા હેતુથી અગાઉ રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ ચેક ડેમ નું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ સિંચાઇ વિભાગ અને ચેક ડેમ નું કામ રાખનાર એજન્સી ની મિલી ભગત માં ચેકડેમોના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો જેનો બોલતો પુરાવો આજે પણ વસરાવી ગામે જોવા મળી રહ્યો છે ચેક ડેમનું નિર્માણ થયા ના થોડા સમયમાં જ હલકી કક્ષાનું મટીરીયલ ને કારણે ચેક ડેમ તૂટી ગયો હતો લાખો રૂપિયાનો ખર્ચ ચેકડેમ બનાવવામાં સરકારે કર્યા પછી પણ ચેક ડેમ નો કોઇ ફાયદો ખેડૂતોને થયો નથી તાલુકામાં આવા અનેક ચેકડેમો છે જે ભ્રષ્ટાચારને કારણે ખોખલા થયેલા જોવા મળે છે પરંતુ સિંચાઇ વિભાગ કે અન્ય સરકારી તંત્ર દ્વારા ખરાબ કામ અંગે કોઇ તપાસ કરવામાં આવી નથી ત્યારે તંત્રના જવાબદારો ખેડૂતોની મુશ્કેલી ને ધ્યાનમાં લઇ સિંચાઈનો લાભ ખેડૂતોને મળે એ દિશામાં નવા ચેકડેમોનું નિર્માણ કરવા માટે જરૂરી કાર્યવાહી કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે
રિપોર્ટ નિલય ચૌહાણ દેગડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756