રાજકોટ માં વોર્ડનં.૯માં ટેક્સ વસુલાત સહિતની માહિતી મેળવતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.

રાજકોટ માં વોર્ડનં.૯માં ટેક્સ વસુલાત સહિતની માહિતી મેળવતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.
Spread the love

રાજકોટ માં વોર્ડનં.૯માં ટેક્સ વસુલાત, કોવીડ વેક્સીનેશન, જાહેર સ્વચ્છતા, ડ્રેનેજ, પાણી વિતરણ વિગેરેની ઓવરઓલ માહિતી મેળવતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.

રાજકોટ માં  મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તા સેવાઓ આપી શકાય તે માટે રોજ-બરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા દરરોજ એક એક વોર્ડમાં જઈને વિવિધ કામગીરીની ઓવરઓલ માહિતી મેળવે છે. જેમાં મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ આજે તા.૧૪-૨-૨૦૨૨ ના રોજ વોર્ડનં.૯માં વોર્ડ ઓફિસે રૂબરૂ જઈ સંબંધિત તમામ અધિકારીશ્રીઓ પાસેથી સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. વધુમાં મ્યુનિ. કમિશનરશ્રીએ રૈયા સ્મશાનને ઇલેક્ટ્રિક ફર્નેસ અને ગેસ આધારિત ફર્નેસ બનાવવાની ચાલતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ વોર્ડનં.૯માં ભળેલ મુંજકા ખાતે પ્રાથમિક સુવિધા વહેલાસર ઉપલબ્ધ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી. મ્યુનિ. કમિશનરશ્રીએ આ વોર્ડમાં કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓ વિશે અધિકારી પાસેથી માહિતી મેળવી હતી. વોર્ડનં.૯માં આવેલ રૈયા સ્મશાનને ઇલેક્ટ્રિક ફર્નેસ અને ગેસ આધારિત ફર્નેસ બનાવવા અંગેની કામગીરી હાલ ચાલુ છે. તેના વિશે લગત અધિકારી પાસેથી માહિતી મેળવી કામગીરી સમયસર ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળેલ મુંજકા ગામમાં પ્રાથમિક સુવિધા જેવી કે સફાઈ, બાંધકામ, પાણી, ડ્રેનેજ, આરોગ્ય વિગેરે સુવિધાઓ વહેલાસર ઉપલબ્ધ કરવા લગત અધિકારીને સુચના આપી હતી. આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી એ.આર.સિંઘ, સિટી એન્જી.શ્રી કે.એસ.ગોહેલ, આરોગ્ય અધિકારીશ્રી ડો.જયેશ વકાણી, નાયબ આરોગ્ય અધિકારીશ્રી ડો.પંકજ રાઠોડ, પી.એ.(ટેક.)ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, પર્યાવરણ ઈજનેરશ્રી નીલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી દિગ્વિજયસિંહ તુવર, વોર્ડનં.૯ના વોર્ડ ઓફિસરશ્રી કિંજલ ગણાત્રા અને ડી.ઈ.ઈ.શ્રી વી.સી.કારિયા હાજર રહ્યા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!