ઝંખવાવ ધો.12 સાયન્સ ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

ઝંખવાવ શાંતિનિકેતન હાઈસ્કૂલના ધો.12 સાયન્સ ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
બ્લેકબોર્ડ પર યુવકે કુદરતી સૌંદર્ય દોરી THE/END લખ્યું
અભ્યાસ મા ભારણ ના કારણે યુવકે આપઘાત કર્યો હોવાનું અનુમાન..
માંગરોળ..દે ગ ડી યા
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કાર્યરત શાંતિ નિકેતન હાઇસ્કુલ માં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં રહેતા વાડી ગામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો ઉમરપાડા તાલુકાના વાડી ગામના વાડી ફળિયા નો વતની અમનકુમાર રાજુભાઈ વસાવા એ ઝંખવાવ ખાતેની આદિવાસી હોસ્ટેલમાં કોઈક અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ યુવકે હોસ્ટેલમાં બ્લેક બોર્ડ ઉપર એક કુદરતી સૌંદર્ય દોર્યું હતું અને સાથે THE/END લખી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ ઘટનાની જાણ વાલી વારસો ને કરવામાં આવતા યુવકના ઘરના સભ્યો તેમજ વાડી ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ વસાવા દોડી આવ્યા હતા સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઇ પી એમ સહિત કાયદેસરની કાર્યવાહી કરી છે યુવકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે પરંતુ પંથક માં ચાલતી ચર્ચાઓ મુજબ યુવકે અભ્યાસના ભારણને કારણે આ પગલું ભર્યુ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે…..,..,. .
રિપોર્ટ : નિલય. ચૌહાણ. દેગડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756