મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કડીનો ૧૦૩ મો પાટોત્સવ ઉજવાયો

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કડીનો ૧૦૩ મો પાટોત્સવ ઉજવાયો
Spread the love

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કડીનો ૧૦૩ મો પાટોત્સવ ઉજવાયો.

પંચામૃત અભિષેક, ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયાં મનુષ્ય જીવનમાં વ્યસનો અધોગતિને પંથે દોરે છે..

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કડીનો ૧૦૩ મો પાટોત્સવ ઉજવાયો. આ પર્વે શ્રી ઘનશ્યામ મહારાજનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો ઉપરાંત ભવ્ય અન્નકૂટ આરતી કરાઈ હતી તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી સમૂહ પારાયણો પણ યોજાઈ હતી.

આ પર્વે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં વ્યસનો અધોગતિને પંથે દોરે છે. ભગવાન પ્રત્યે શ્રધ્ધા અને આસ્થા હોય તેને કોઈનો પણ ભય રહેતો નથી. જેણે ભગવાન પ્રત્યે દ્રઢ આશરો કર્યો હોય તે હંમેશા નિર્ભય રહે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટય જયંતિ મહોત્સવે દરેક મનુષ્યે જીવનમાં સંસ્કારના બીજનું વાવેતર કરવું. આ પાટોત્સવમાં દેશ પરદેશના હરિભક્તોએ આોનલાઈન દર્શન, શ્રવણનો લાભ લીધો હતો.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!