કડી ના કાસ્વા ગામની સીમમાં આવેલ ખરાબાની અંદર અજાણ્યાં ઈસમો કેમિકલ પાવડર નાખી છૂમંતર

કડી ના કાસ્વા ગામની સીમમાં આવેલ ખરાબાની અંદર અજાણ્યાં ઈસમો કેમિકલ પાવડર નાખી છૂમંતર
Spread the love

કડી ના કાસ્વા ગામની સીમમાં આવેલ ખરાબાની અંદર અજાણ્યાં ઈસમો કેમિકલ પાવડર નાખી છૂમંતર

કડી માં આવેલ કાસ્વા ગામ ની સીમમાં આવેલ ખરાબાની અંદર અજાણ્યાં ઈસમો કેમિકલ માં વપરાતા પાવડર ની થેલીઓ નાખીને છૂમંતર થઇ ગયા હતા.

મહેસાણા જિલ્લા નું કડી એક વિકસિત શહેર ગણવામાં આવ્યું રહ્યું છે ત્યારે તાલુકા ની અંદર જેમ જેમ વિકાસ વધતો જાય છે તેમ તેમ અનેક નાની મોટી કંપનીઓ પોતાનાં ધંધાકીય પ્રગતિ માટે અલગ અલગ કંપની ગામડાઓ ની અંદર બનાવતા હોય છે ત્યારે પણ તે કંપની ના લોકો અલગ અલગ પ્રકારનું વપરાશ માં આવતું કેમિકલ માટે વપરાતા પાવડર તેનો યોગ્ય જગ્યાઓ નિકાલ કરવાને બદલે તેમને જે પડતર જગ્યા ખાલી મળે તે ત્યાં નાખી ને ભાગી જતા હોય છે તેને કારણે આવા કેમિકલ પાવડર થી ગ્રામજનો હેરાન પરેશાન થતાં જોવા મળી રહેતા હોય છે અને આવા વેસ્ટેજ કેમિકલ ના પાવડર થી પકૃતી ને પણ નુકસાન થતું જોવા મળી રહેતું હોય છે.

કડી તાલુકા માં આવેલ કાસ્વા ગામે અજાણ્યા ઈસમો રાત્રી દરમ્યાન કાંતો વહેલી સવાર ના રોજ ગામ ની સીમમાં આવેલ ખરાબા ની જગ્યામાં કોઈ વાહન વ્યવહાર માં ભરી ને લાવી ને આ ખાલી પડેલ જગ્યાનો મોકો ઉઠાવી ને આ કેમિકલ ભરેલ પાવડર ની થેલીઓ આ ખરાબાની જગ્યામાં નાખી ને છૂમંતર થઇ ગયા હતા.

કાસ્વા ના ગ્રામજનો ના વ્યક્તિઓ ત્યાં થી પસાર થઈ રહ્યા હસે તે દરમ્યાન તેમને જાણ તથા તેમને ગામના ના તલાટી અને સરપંચને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

એક બાજુ કોરોના વાયરસ નો લોકોમાં હજુ ભયનો માહોલ સતાવતો રહે છે અને આવા ગામ માં કેમિકલ પાવડર નાખી જતા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેતી હોય છે અને આવા કેમિકલ પાવડર થી ત્યાં આજુ બાજુમાં રહેલ વનસ્પતિ તથા નાના મોટા વૃક્ષો ને પણ નુકશાન થતું જોવા મળી રહેતું હોય છે અને આવા અનેક કેમિકલ પાવડર થી પર્યાવરણ ને પણ નુકશાન થતું જોવા મળતું હોય છે.

કડી માં આવેલ કાસ્વા ગામ ની સીમમાં આવેલ ખરાબા માં આ કેમિકલ પાવડર ભરેલી થેલીઓ નાખી જતા હડકંપ મચી ગયો હતો અને ત્યાં થી પસાર થતાં ગ્રામજનો ને નજરે પડતાં ગામ ના તલાટી અને સરપંચને જાણ કરી તાકાલિક ધટના સ્થળે પહોંચી અને આ કેમિકલ ભરેલ પાવડર ની થેલીઓ નાખી ગયેલ અજાણ્યા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!