પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.
શ્રી એમ.એસ.ભરાડા, મહાનિરીક્ષક, વડોદરા ઇચા.પોલીસ વિભાગ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ પરિણામલક્ષી કામગીરી કરવાની સુચના અનુસંધાને ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ.પટેલ, એલ.સી.બી.નાઓએ પોલીસ જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સુચના તેમજ સુપરવિઝનમાં રાજપીપલા પોલીસ સ્ટેશન સી-પાર્ટ નં. ૮૫૮/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ),૮૧, ૯૮(૨) મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી કિશનભાઇ કાકડીયાભાઇ વસાવા રહે.જંતર તા.ગરૂડેશ્વર જી.નર્મદાનાનો ગુનાના કામે નાસતો ફરતો હોય અને રાજપીપલા પોલીસ સ્ટેશનના રજીસ્ટરે લાલશાહીથી ચઢાવેલ હોય જે આરોપીને શ્રી બી.જી. વસાવા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એ.એસ.આઇ. પરશોતમભાઇ મગનભાઇ નાઓએ ગુનાના કામે ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારમાંથી ઝડપી પાડી ગુનાના કામે રાજપીપલા પો.સ્ટે. સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાનાઓ દ્વારા જીલ્લામાં તમામ પ્રકારના ગુનાઓના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવાની સખત સુચનાના પગલે નર્મદા પોલીસ દ્રારા નાસતા ફરતા આરોપીઓને જેલ હવાલે કરવા પ્રયત્નશીલ છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756