કડી મણિબહેન એમ.પી શાહ મહિલા આર્ટ્સ કોલેજ NCC ના વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં ટ્રાફિક ની સમજ લાવવા રોડ ઉપર ઘૂમ્યા

કડી મણિબહેન એમ.પી શાહ મહિલા આર્ટ્સ કોલેજ NCC ના વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં ટ્રાફિક ની સમજ લાવવા રોડ ઉપર ઘૂમ્યા
:-મણીબેન એમ.પી શાહ મહિલા આર્ટ્સ કોલેજ ના NCC ના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફીક ના નિયમો નું કઈ રીતે પાલન કરવું તે માટે લોકો ને માર્ગદર્શન આપ્યું
કડી તાલુકા ના જાહેરમાર્ગો 24 કલાક ધમધમી રહ્યા છે ત્યારે તાલુકાના ના તમામ માર્ગો નાના – મોટા વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે ઓવર સ્પીડ ના કારણે કે પોતાનું વાહન બેદરકારી પૂર્વક ચલાવવા ને કારણે નાના મોટા એક્સિડન્ટ થતાં જોવા મળી રહ્યા છે. અને અનેક પરીવાર ના લોકો મોતે ભેટ હોય છે.
જયારે કોઈ પરીવાર નો વ્યકિત પોતાનું વાહન લઇને કોઈ કામ ધંધા કે નોકરી માટે બહાર નીકળતાં હોય છે ત્યારે પોતાના પરીવાર ના લોકો ક્યારે પાછા આવશે તેની રાહ જોઈને બેઠા હોય છે પરંતુ નાના મોટા એક્સિડન્ટ ને કારણે યુવાન જ્યારે મૃત્યુ પામે છે ત્યારે સમગ્ર પરીવાર માં મોટી આફત આવી પડતી હોય છે ત્યારે આ બાબતને ધ્યાન માં રાખી ને લોકો માં જાગૃતિ આવે તે માટે મણીબેન એમ.પી શાહ મહિલા આર્ટસ કોલેજ કડી ના NCC ના વિદ્યાર્થીઓ ટ્રાફીક ના નિયમો નું પાલન કરવા માટે કડી ના અલગ અલગ જાહેર માર્ગો ઉપર નિકળતા વાહન ચાલકો ને ટ્રાફીક ના નિયમોનું પાલન કરવા માટે લોકોને જાગૃતિ લાવવા માં આવી હતી.
કડી માં આવેલ હાઇવે ચાર રસ્તા,પાણી ની ટાંકી, અંડર બ્રિજ તથા અન્ય જગ્યાઓ પર જઇને કડી ના જાહેરમાર્ગો પર થી નિકળતા વાહન ચાલકો ને ઉભા રાખી ને પોતાના પાસે રહેલ વાહન ને કઇ રીતે ચલાવવું, હેલ્મેટ પહેરવું,ગાડી માં અવશ્ય સિટ બેલ્ટ પહેરવો, કોઈ પણ વાહન ની સાઈડ ધીમે થી કાપવી,વાહન માં રહેલ હોન નો યોગ્ય રીતે ઉપયોગ કરવો,વાહન ના માં આવેલ સાઈડ લાઇટનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો જેવી અનેક બાબતો નું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. અને આ બાબતે ધ્યાન માં રાખી ને ચલાવતાં વાહનો ઓછી સંખ્યામાં એક્સિડન્ટ થતાં જોવા મળતાં હોય અને ચલાવી રહેલ દરેક વાહન ચાલકો નો બચાવ પણ થઈ શકતો હોય છે.
કડી મણીબેન એમ.પી. શાહ મહિલા આર્ટસ કોલેજ ના પ્રિન્સીપાલ ડો.હિના.એમ.પટેલ અને LT. Dr સ્વાતિ નિગમ (કોય.કમાન્ડર આર્મી વિંગ) અને NCC ના વિધાર્થીઓ જોડાયા હતા અને કાર્ય થી લોકોએ આ વિદ્યાર્થીઓ ની ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજણ આપવા બાબતે દરેક વાહન ચાલકો એ આ વિદ્યાર્થીઓ ની કામગિરી ને બિરદાવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756