મોરબીમાં માતા-પુત્રી સહિતના 3 ઉપર મકાનની પારાપેટ તૂટીને પડી, માતાનું મોત

પુત્રી અને અન્ય એક પાડોશી મહિલા ઇજાગ્રસ્ત : મહેન્દ્રપરા-20ની દુર્ઘટના
મોરબી : મોરબીમાં રોડ ઉપર ચાલીને જતા માતા-પુત્રી અને અન્ય એક મહિલા ઉપર મકાનની પારાપેટ તૂટીને પડતા દુર્ઘટના સર્જાઈ છે. જેમાં માતાનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્રી અને અને પાડોશી મહિલાને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રપરા-16માં રહેતા જિજ્ઞાષાબેન હજીમઅલી જીવાણી ઉ.વ.45 અને તેમની પૂત્રી રૂકસાનાબેન હજીમઅલી જીવાણી ઉ.વ.15 તથા તેમના પાડોશી નીલમબેન અનીશભાઈ જીવાણી ઉ.વ. 28 ચાલીને મસ્જિદે જતા હતા. તે વેળાએ મહેન્દ્રપરા -20 માં વિનાયક ટેઇલર ઉપર આવેલા મકાનની પારાપેટ તૂટીને નીચે પડી હતી. આ પારાપેટ ચાલીને જતા ત્રણેય વ્યક્તિઓ ઉપર પડી હતી. જેને કારણે રૂકસાનાબેન હજીમઅલી જીવાણીનું મોત નીપજ્યું છે. જ્યારે તેમની પુત્રી રૂકસાનાબેન તથા પાડોશી મહિલા નિલમબેનને ઇજાઓ પહોંચી છે. આ ઉપરાંત આ વેળાએ અહીંથી રીક્ષા પણ નીકળી હતી. આ રિક્ષા ઉપર પણ પારાપેટ પડી હોય તેમાં પણ નુકસાની સર્જાઈ હોવાના અહેવાલ છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756