કડીના નદાણા ગામની સીમમાં શિકાર કરવા આવેલા ડફેરને SOG એ બંદૂક સાથે ઝડપ્યો

કડીના નદાણા ગામની સીમમાં શિકાર કરવા આવેલા ડફેરને SOG એ બંદૂક સાથે ઝડપ્યો
– તળાવ નજીક ઝાડીઓમાં શિકાર કરવા ફરી રહ્યો હતો
– બાતમી મળતા એસઓજી ટીમે કાર્યવાહી કરી
મહેસાણાના કડી પંથકમાં ગામડાઓની સીમમાં શિકાર કરવા બંદૂક લઈને ફરતા એક ઇસમને અગાઉ મહેસાણા એસઓજી ટીમે બાતમી આધારે ઝડપી લીધો હતો ત્યારબાદ તાલુકામાં આવેલા નદાણા ગામની સીમમાં પણ દેશી બંદૂક લઈને બાવળની ઝાડીઓમાં શિકાર કરવાના ઇરાદે ફરતા એક ઇસમને એસઓજી ટીમે ઝડપી પાડ્યો હતો
મહેસાણા એસઓજી ટિમ કડી પંથકમાં પેટ્રોલીંગ પર હતી એ દરમિયાન નદાણા ગામની સીમમાં આવેલ તળાવ નજીક બાવળોની ઝાડીઓમાં કોઈ ઈસમ શિકાર કરવાના ઇરાદે દેશી બંદૂક સાથે ફરતો હોવાની બાતમી એસઓજી ટીમના માણસોને મળી હતી જ્યાં બાતમી વાળી જગ્યા પર જઈને ટીમે કોર્ડન કર્યા બાદ બંદૂક સાથે ફરી રહેલા સિંધી દીલાવર મહમદ નામના ઇસમને ઝડપી તેની પાસે રહેલી બંદૂક લઇ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756