નર્મદા બ્રિજ ટોલટેક્સ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રાવેલ્સ સહિત ત્રણ ઝડપાયા,

નર્મદા બ્રિજ ટોલટેક્સ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રાવેલ્સ સહિત ત્રણ ઝડપાયા, કુલ રૂ. 10.50 લાખનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર શહેર પોલીસે નેશનલ હાઇવે ઉપર નર્મદા બ્રિજ ટોલટેક્ષ પાસેથી મહારાષ્ટ્રથી રાજસ્થાન લઈ જવાતા વિદેશી દારૂ ભરેલી ટ્રાવેલ્સ સાથે ચાલક, ક્લિનર અને માલિકને રૂપિયા 10.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
મહારાષ્ટ્રના પૂનાથી રાજસ્થાન જતી ટ્રાવેલ્સ ગાડી નંબર-આર.જે.19.પી.બી.4123માં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી સુરત,અંકલેશ્વર અને અમદાવાદ થઈ રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે નેશનલ હાઇવે ઉપર નર્મદા બ્રિજ ટોલટેક્ષ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી ટ્રાવેલ્સ આવતા પોલીસે તેને અટકાવી પાછળની ડેકીમાં તપાસ કરતાં વિદેશી દારૂની 184 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે રૂ. 35 હજારનો દારૂ અને ત્રણ મોબાઈલ ફોન અને ગાડી મળી રૂ. 10.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ રાજસ્થાનના પાલી જિલ્લાના ખાખરો ગામમાં રહેતો ટ્રાવેલ્સ ચાલક તેજસિંગ ઉર્ફે તેજપાલ નેતસિંગ રાવત, ભેરુ ઉર્ફે ભેરો ગેપરરામ દેવાશી અને ગાડીના માલિક મૂલચંદ રામાકિશન મહેશ્વરીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756